મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા, પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ સ્ટેશનો ( bandra terminus and gandhidham ) વચ્ચે વિશેષ ભાડા પર અતિરીક્ત સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ( special train ) ચલાવશે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.40 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 15મી ડિસેમ્બર, 2022થી 5મી જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાંદ્રા (ટી) સ્પેશિયલ ગાંધીધામથી દર ગુરુવારે 00.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.20 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન 15મી ડિસેમ્બર, 2022થી 5મી જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી અને ભચાઉ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09415 અને 09416નું બુકિંગ 10 ડિસેમ્બર, 2022થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર મેળવી શકાય છે.