ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટથી એક અલભ્ય અને રંગીન ગોકળગાય મળી આવી છે. હવે આ નવું સંશોધન સામે આવતાં વિશ્વ સ્તરે એની ચર્ચા ચાલી રહી છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ સુધીનાં આ પાંચ વર્ષના સંશોધન બાદ હવે આ ગોકળગાયની નવી રંગબેરંગી પ્રજાતિ હોવાની વાતને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું છે.

આ ટીમના સંશોધનને યુરોપિયન જર્નલ ઑફ ટેક્સોનોમીમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. મહત્ત્વની વાત એ છે કે આ ગોકળગાયનું નામ ભારતના ખ્યાતનામ એવા હેર્પેટોલોજિસ્ટ ડૉ. વરદ ગિરિના સન્માનમાં ‘વરદિયા આમ્બોલીઅન્સિસ’ નામ આપવામાં આવ્યું છે. આ ગોકળગાય ૨૦૧૬માં પ્રથમ વખત સંશોધકોએ જોઈ હતી અને ત્યાર બાદ ૨૦૧૭માં બીજા પાંચ સ્થળોએ જોઈ હતી, બાદમાં તેના પર સંશોધન કરાયું હતું.

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા મુંબઈગરાના જાતજાતના તિકડમ, 60 ટકા નકલી આઇ-કાર્ડ; જાણો વિગત
આ ગોકળગાય બહુ વિશિષ્ટ છે. સામાન્ય ગોકળગાય અને આ ગોકળગાયના રંગ, અવયવો, લંબાઈ, ઊંચાઈ, વજન અને પ્રજનનતંત્રમાં પણ તફાવત નોંધાયો છે.