ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
ટોયલેટ કરતા પણ જાહેર યુરીનલમાં વધારે ઝડપથી વાયરસ ફેલાતા હોય છે. જે જાહેર આરોગ્ય માટે ખૂબ જોખમકારક છે. યુરીનલ અને ટોયલેટમાં ફ્લશ કરવાથી પેદા થતાં વમળોમાં પણ આ વાયરસ હોઈ શકે છે એવું તારણ, ચીનની એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તારવ્યું છે..
ચીની સંશોધકો અનુસાર જાહેર યુરીનલમાં ફ્લ્શ કરવાથી કોરોના વાયરસ ધરાવતા બારીક કણો છ સેકંડ કરતા ઓછા સમયમાં વાતાવરણમાં બે ફૂટ સુધી ફેલાઈ શકે છે. જે કણો અન્ય યુરીનલ વપરાશકારને સંભવિત ચેપ લગાવી શકે છે. આથી જ કોરોના કાળમાં જાહેર શૌચાલયો વાપરવાથી તમને વાયરસ નો ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.
અન્ય એક અભ્યાસમાં પણ જણાયું છે કે મળમૂત્ર આધારિત વાઇરસનો ચેપ યુરીનલમાંથી સૌથી વધારે ફેલાય છે. ચીનની અન્ય એક યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનમાં ફ્લ્શના કારણે થતાં કણોના હલનચલનને માપવા માટે કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિકસ ની પદ્ધતિ વાપરી હતી.. ઉલ્લેખનીય છે કે વિદેશોમાં અને દેશમાં એરપોર્ટ જેવી જાહેર જગ્યાઓ પર આધુનિક શૌચાલયમાં વપરાતા નળોમાં આથી જ ખાસ પ્રકારનું કેમિકલ ઉમેરવામાં આવે છે જેથી વાયરસના સંક્રમણનો ભય ઓછો થઈ શકે…
યુરીનલ્સનો ઉપયોગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વધુ વાર કરવામાં આવે છે અને સંશોધનકારોએ નિર્દેશ કર્યો છે કે અહીં કણો ઝડપથી ફેલાશે. જે એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર છે. આથી જ કોરોના કાળમાં જાહેર સ્થળોએ, ખાસ કરીને રેસ્ટરૂમ્સમાં માસ્ક પહેરવાનું કેટલું મહત્વનું છે તે દર્શાવે છે. "રોગચાળા દરમિયાન જાહેર બાથરૂમમાં માસ્ક પહેરવું ફરજિયાત હોવું જોઈએ એવું પણ સંશોધન માં જણાવાયું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com