News Continuous Bureau | Mumbai
NFSU : કોલંબો સુરક્ષા કોન્ક્લેવ સેમિનારની બીજી આવૃત્તિ , “કાયદા, સાયબર નીતિઓ અને ઘટનાનું શમન” ( Laws, Cyber Policies and Incident Mitigation ) વિષય પર સેમિનાર અને સાયબર સુરક્ષા પર સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકનું આયોજન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા 30-31 જુલાઈ, 2024ના રોજ ગાંધીનગર ( Gandhinagar ) , ગુજરાત ખાતે નેશનલ ફોરેન્સિક્સ સાયન્સ યુનિવર્સિટી સાથે જોડાણમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ( Colombo Security Conclave Seminar ) કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવના સભ્ય અને ઓબ્ઝર્વર સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જેમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, મોરેશિયસ, સેશેલ્સ, શ્રીલંકા અને કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ સેક્રેટરિએટનો સમાવેશ થાય છે.
સાયબર સિક્યોરિટી ( Cyber security ) , પ્રોટેક્શન ઓફ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજી એ કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ હેઠળ નોંધપાત્ર આધારસ્તંભોમાંનો એક છે. આ આધારસ્તંભ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ, સાયબર ક્રાઇમ, ઘટનાની પ્રતિક્રિયા અને શમન તેમજ ઉભરતી ટેકનોલોજીનાં સંરક્ષણ પર વધારે સહયોગી અને એકીકૃત અભિગમ વિકસાવવા પર કેન્દ્રિત છે. આ સેમિનારમાં સાયબર સુરક્ષા નીતિઓ અને વ્યૂહરચનાઓ પર કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવના સભ્ય અને નિરીક્ષક દેશો વચ્ચે આદાનપ્રદાનની શરૂઆત થઈ હતી, જે ઘટનાની પ્રતિક્રિયા અને શમન તકનીકો, સાયબર ક્રાઇમનો સામનો કરવા ડિજિટલ ફોરેન્સિક્સ તપાસ અને સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સની વહેંચણીમાં ઊંડી ડૂબકી હતી.
આ સમાચાર પણ વાંચો : Sakhi Samvad Gandhinagar : ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓની સ્વ- સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ ઉત્પાદનો-વસ્તુઓનું પ્રદર્શન ગાંધીનગર ‘સખી સંવાદ’ કાર્યક્રમમાં યોજાયો
આ ચર્ચાઓ વિવિધ ટેકનોલોજીકલ પ્રગતિઓ, સંશોધનના પડકારો અને આપણા સાયબર સ્પેસને વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક બનાવવા માટેના નવીન અભિગમોની આસપાસ ફરતી હતી. સહભાગીઓએ સાયબર સુરક્ષાના જોખમોના સંચાલનમાં તેમના અમૂલ્ય અનુભવો શેર કર્યા હતા અને સાયબર સુરક્ષા લેન્ડસ્કેપમાં વિશિષ્ટ પડકારોના ઉકેલોનું સહયોગથી અન્વેષણ કરવા માટે વિચારણા કરી હતી.
આ સેમિનારનું સમાપન કોલંબો સુરક્ષા સંમેલન હેઠળ પ્રાદેશિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને સહિયારા હિતોનું રક્ષણ કરવા માટે સાયબર સુરક્ષાનાં પગલાં વધારવાની અમારી કટિબદ્ધતાને મજબૂત કરવા માટે ચાવીરૂપ ડિલિવરીબલ્સની ઓળખ કરવા અને વધુ વ્યવહારિક અભિગમનું નિર્માણ કરવા પર સર્વસંમતિ સાથે કરવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.