Site icon

મહારાષ્ટ્રમાં મધરાતે NIA અને ATSની છાપામારી – આ જિલ્લાઓમાંથી PFI કાર્યકરોને લીધા અટકાયતમાં

News Continuous Bureau | Mumbai

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (મહારાષ્ટ્ર ATS) એ આતંકવાદ-સંબંધિત આરોપો પર મધ્યરાત્રિએ મોટી કાર્યવાહી શરૂ કરી છે. ATS અને NIAએ ઔરંગાબાદ(Aurangabad) અને સોલાપુર(Solapur)માંથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કાર્યકરોની અટકાયત કરી છે. થોડા દિવસો પહેલા દેશભરમાં PFI ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ 100 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ઔરંગાબાદ ATS અને પોલીસે એક મોટા ઓપરેશનમાં 13 થી 14 વધુ PFI કાર્યકરોની ધરપકડ કરી હતી. ઔરંગાબાદ પોલીસ અને એટીએસ દ્વારા આખી રાત છાપામારી ચાલુ હતી.

આ સમાચાર પણ વાંચો :  આશાનું કિરણ-મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વનો નિર્ણય

મીડિયાના અહેવાલ મુજબ NIAએ સોલાપુરમાં પણ PFI વિરુદ્ધ કાર્યવાહી કરી છે. NIAએ સોલાપુરથી એક શંકાસ્પદની અટકાયત કરી હોવાના અહેવાલ છે. અટકાયત કરાયેલ વ્યક્તિને NIAની ટીમ પૂછપરછ માટે દિલ્હી લઈ ગઈ છે.

આ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સ્થાનિક તપાસ એજન્સીઓ સાથે મળીને ફરી દરોડા પાડ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, તપાસ એજન્સીઓએ આસામમાંથી 7 અને કર્ણાટકમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં PFI અને SDPIના મુખ્ય પદાધિકારીઓનો સમાવેશ થાય છે. દેશભરના આઠ રાજ્યોમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આસામ(Assam)માં આજે સવારે 5 વાગ્યાની આસપાસ PFI સંબંધિત સ્થળો પર દરોડા(Raid) પાડવામાં આવ્યા હતા. આ વખતે સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે પીએફઆઈ દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તપાસ અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ 2047 સુધીમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે પીએફઆઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS), બીજેપી(BJP)ના પદાધિકારીઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : BMC પર કબજો કરવા BJPની નવી ફોર્મ્યુલા- મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન બન્યા બાદ ભાજપના આ નેતા આવ્યા એક્શન મોડમાં

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version