News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને દેશભરમાં તેની સાથે જોડાયેલી લિંક પર દરોડા પાડ્યા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ટેરર ફંડિંગ(Terror Funding) અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સી NIAએ દરોડા પાડ્યા(raid) છે. છેલ્લા કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે, જેમાં PFIની લિંક મળી આવી છે. ED, NIA અને રાજ્ય પોલીસે PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની અલગ-અલગ કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડો 10 થી વધુ રાજ્યોમાં થઈ છે.
NIAએ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh), કેરલા(kerala), આંધ્રપ્રદેશ(Andra Pradesh), તેલંગાણા(Telangana), કર્ણાટક(Karnataka), તમિલનાડુ(Tamil Nadu) સહિત ઘણા રાજ્યોમાં PFI અને તેની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAને મોટી સંખ્યામાં PFI અને તેની સાથે જોડાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી, જેના આધારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે મોટા પાયે કાર્યવાહી કરી છે. 10 થી વધુ રાજ્યોમાં, ED, NIA અને રાજ્ય પોલીસે 100 થી વધુ લોકોની ધરપકડ કરી છે. PFI અને તેના લોકોની પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ, ટેરર ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા અંગેની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.
આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવેનો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે આ સ્ટેશન પર સર્જાઈ ટેકનિકલ ખામી
અગાઉ NIAએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લગભગ 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. NIA તરફથી કહેવામાં આવ્યું છે કે આ દરોડા દરમિયાન ઘણા ડિજિટલ ઉપકરણો(Digital devices), દસ્તાવેજો(Documents) અને રોકડ જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા લોકોની પૂછપરછ પણ ઘણી વખત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે પૂછપરછના આધારે હવે કેરળ અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.