313
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવાર
દિવાળી બાદ જમ્મુમાં ફરી કોરોના કેસો વધતા પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અહીં આજ રાતથી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં કોવિડ-19 સંક્રમણના દરમાં વધારો થવાને કારણે રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.
જિલ્લાના એક ઉચ્ચ જિલ્લા અધિકારીએ આ માહિતી આપી. સાથે જ દરેકને કોરોના નિયમોનું પાલન કરવા અને સંપૂર્ણ રસીકરણ કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણમાં ફરી એકવાર કોવિડના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા એક સપ્તાહથી કોરોનાના નવા કેસોની સંખ્યા સાજા થઈ રહેલા કેસો કરતા ઘણી વધારે છે.
You Might Be Interested In