ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર
ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કફર્યુ વધુ દસ દિવસ માટે યથાવત રાખવામાં આવ્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના આઠ મહાનગરોમાં 20 ડિસેમ્બર સુધી રાત્રે એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્યુ અમલમાં રહેશે.
આ કલાકો દરમિયાન બહાર હરીફરી શકાશે નહીં.
જોકે, આવશ્યક સેવાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રાજ્યના જે આઠ મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે તેમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે, કોરોનાના કેસોમાં વધારો ન થતાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કર્યા હતા અને અગાઉ 1થી 10 ડિસેમ્બર સુધી રાજ્યના 8 મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યૂમાં લંબાવ્યો હતો.
