News Continuous Bureau | Mumbai
Bhavnagar Nimuben Bambhania: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 23 વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર ગુજરાતમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા તથા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના ( Bhanuben Babariya ) હસ્તે ભાવનગર શહેર અને જિલ્લાના રૂ 123.72 કરોડના 1156 કામોના વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ બોટાદ જિલ્લાના રૂ. 44.12 કરોડના 748 વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની શાસન ધૂરા સંભાળી ત્યારથી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ વહીવટને પ્રાધાન્ય આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી થી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને 23 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ થી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો મળી રહે એવી વ્યવસ્થા કરી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર ( Bhavnagar ) શહેર, જિલ્લા અને બોટાદ જિલ્લાના લોકોને આજે વિકાસના કામોની ભેટ મળી છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.
આ પ્રસંગે ભાવનગર ( Bhavnagar Nimuben Bambhania ) જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, ગુજરાત અને ભારતના લોકોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વનો લાભ મળ્યો છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આજથી 23 વર્ષ પૂર્વે વર્ષ 2001માં 7 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે ત્યારે આપણે પણ રાષ્ટ્રના વિકાસ માટે સંકલ્પબદ્ધ બનીએ. ભાવનગર ( Nimuben Bambhania ) જિલ્લામાં વિકાસ સપ્તાહ અંર્તગત જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ કુલ- ૪૪,૬૬૫ લોકોએ ”ભારત વિકાસ પ્રતિજ્ઞા” ગ્રહણ કરીને આ વિકાસ યાત્રામાં સહભાગી બન્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે રૂ. ૧૬૭.૮૪ કરોડના કુલ ૧૯૦૪ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું,… pic.twitter.com/qd8vrhnIBB
— Nimuben Bambhania (@Nimu_Bambhania) October 13, 2024
<b
જેમાં ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), ભાવનગરના રૂ.૬.૦૫ કરોડના લોકાર્પણ અને રૂ.35.35 કરોડનાં ખાતમુહુર્ત, ભાવનગર મહાનગરપાલિકાના રૂ. 36 કરોડના લોકાર્પણ અને રૂ.23.87 કરોડના ખાતમુહુર્ત, સામાન્ય વહિવટ વિભાગ (આયોજન)ના રૂ.8.91 કરોડનાં લોકાર્પણ અને રૂ.13.10 કરોડનાં ખાતમુહુર્ત, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીનાં રૂ. 10.16 કરોડના લોકાર્પણ અને રૂ. 9.32 કરોડના ખાતમુહુર્ત, પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગનાં રૂ.5.47 કરોડનાં લોકાર્પણ અને રૂ 3.20 કરોડનાં ખાતમુહુર્ત તેમજ ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગનાં રૂ.7.93 કરોડનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બોટાદ જિલ્લામાં કુલ 748 કામોના (287 ઇ-લોકાર્પણ અને 461 ઇ-ખાતમુહૂર્ત) ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત રકમ રૂ. 44.12 કરોડના કામોમાં માર્ગ મકાન વિભાગના 21.45 કરોડના 9 કામો, સામાન્ય વહીવટ વિભાગના 13.75 કરોડના 4.78 કામો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 6.83 કરોડના 259 કામો, સિંચાઇ વિભાગના 1.55 કરોડનું એક કામ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 54 લાખના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Jal Sanchay Jan Bhagidari : કેન્દ્રીય મંત્રી CR પાટીલનાં નેતૃત્વમાં સુરતમાં યોજાયો ‘જલ સંચય-જન ભાગીદારી’ કાર્યક્રમ, આ રાજ્યોના મુખ્યમંત્રીઓ રહ્યા ઉપસ્થિત.
આ તકે ભાવનગરના મેયરશ્રી ભરતભાઇ બારડ અને ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.
જનસુખાકારી અને વિકાસમાં અગ્રેસર મોદી સરકાર !
ગુજરાતની ૨૩ વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે ઉજવાય રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી @Nimu_Bambhania જીની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસ કાર્યો મળીને રૂ.૧૨૩.૭૨… pic.twitter.com/ZJVTqBAtT8
— Bhanuben Babariya (@BhanubenMLA) October 13, 2024
કાર્યક્રમના પ્રારંભે મ્યુનિસિપલ કમિશનર શ્રી સુજીત કુમારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણી, ધારાસભ્યો સર્વશ્રી ગૌતમભાઇ ચૌહાણ, શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી. એમ. સોલંકી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર શ્રી ડી. એન. સતાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
આ સમાચાર પણ વાંચો: Baba Siddiqui Murder: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ત્રીજી ધરપકડ, મુંબઈ પોલીસે પુણેથી આ આરોપીને દબોચ્યો.. હજુ પણ ફરાર છે આરોપીઓ..