News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન(Former CM) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) પક્ષ શિવસેના(Shivsena) સામે બળવો થતાં તેમને મુખ્ય પ્રધાન પદ છોડવું પડ્યું હતું. તેમની સામે બળવો કરી એકનાથ શિંદે ભાજપની(Shinde BJP) મદદથી મુખ્ય પ્રધાન(Chief Minister) બની ગયા છે અને ધારાસભ્ય(MLA) બાદ હવે એક પછી એક સાંસદો(MP) પણ તેમનો સાથ છોડી રહ્યા છે ત્યારે હવે કેન્દ્રીય પ્રધાન(Union Minister) નારાયણ રાણેનો(Narayan Rane) પુત્ર પણ હવે ઉદ્ધવ ઠાકરે સામેની જૂન દુશ્મની યાદ કરીને મોર્ચો વાળ્યો છે.
એકનાથ શિંદેની(Eknath shinde) સુરક્ષાના(Security) મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે નિતેશ રાણેએ(nitesh Rane) આ નવું ટ્વિટ કર્યું છે. જેના કારણે ફરી એકવાર વાતાવરણમાં ગરમાવો આવવાની સંભાવના છે. નિતેશ રાણેએ સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે જ્યારે નારાયણ રાણેએ શિવસેના છોડી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ તેમને મારવા માટે સોપારી આપી હતી.
નિતેશ રાણેએ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરે પર આ ગંભીર આરોપ લગાવ્યો છે. નિતેશ રાણેએ એવી પણ ચેતવણી આપી છે કે મ્યાઉં મ્યાઉં ખતમ થવા દો, પછી વ્યાજ સાથે કપડાં લૂંટવાનું શરૂ કરીશું. જ્યારે યોગ્ય સમય હશે ત્યારે અમે કપડાં ઉતારીશું
નિતેશ રાણેએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે નારાયણ રાણેને શિવસેના છોડ્યા પછી અનેક કડવા અનુભવો થયા છે. અમે યોગ્ય સમય પછી કપડાં ઉતારીશું. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને લઈને એક અલગ જ ઈમેજ બનાવવામાં આવી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે તેઓ બીમાર છે. જો તેઓ અન્ય લોકોનો જીવ લેતા હોય, બીજાને મારવા માટે સોપારી આપતા હોય તો આવા વ્યક્તિનું હૃદય શુદ્ધ નથી.
રાણેએ કહ્યું કે યોગ્ય સમયે મહારાષ્ટ્રની જનતા સમક્ષ તમામ માહિતી લાવવામાં આવશે. આજે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે(Aaditya thackeray) દરેક જગ્યાએ જઈને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રની જનતાએ જાણવું જોઈએ કે ઉદ્ધવ ઠાકરે કેવા છે.