News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગતસિંહ કોશિયારીએ(Bhagat Singh Koshiyari) ગુજરાતી(Gujarati) અને મારવાડી સમાજના(Marwari society) કરેલા વખાણ કોંગ્રેસે(Congress) ટીકા કરી છે અને તેને મહારાષ્ટ્રની જનતાનું અપમાન ગણાવીને રાજ્યપાલની જ ટીકા કરી છે ત્યારે હવે ભાજપના(BJP) નિતિશ રાણે(Nitesh Rane) તેમની વહારે આવ્યા છે અને કોંગ્રેસની(Congress) આકરા શબ્દોમાં ટીકા કરી છે.
તાજેતરમાં મુંબઈના અંધેરીમાં(Andheri) એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મુંબઈને દેશની આર્થિક રાજધાની(Financial Capital) બનાવવામાં ગુજરાતી અને મારવાડી સમાજનું મોટું યોગદાન હોવાનું કહ્યું હતું. તેનાથી કોંગ્રેસના નેતા(Congress leader) સચિન સાવંતે(Sachin Sawant) રાજ્યના રાજ્યપાલ તેમજ રાજ્યના જનતાની બદનામી કરી રહ્યા છે જે ભયંકર છે કહીને રાજ્યપાલની ટીકા કરતા નવો વિવાદ ફૂટી નીકળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી થાય તો શું પરિણામ આવે-એક મીડિયા કંપનીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો-જાણો શું છે તારણ
રાજ્યપાલ સામે કોંગ્રેસ મોરચો ખોલ્યો છે ત્યારે ભાજપના નેતા નીતિશ રાણે કહ્યું કે રાજ્યપાલ તરફથી કોઈનું પણ અપમાન કરવામાં આવ્યું નથી. તેમણે ફક્ત જે-તે સમાજને તેમના યોગદાનનું શ્રેય આપ્યું છે. તેમની ટીકા કરનારા કેટલા લોકોએ મરાઠી માણસને મોટો કર્યો છે અથવા શ્રીમંત બનાવ્યો છે. કેટલા મરાઠી માણસને મુંબઈ મહાનગરપાલિકાના(BMC) કોન્ટ્રેક્ટ મળ્યા છે. ત્યારે તમને શાહ અને અગ્રવાલ જોઈતા હોય છે એવી ટીકા પણ નીતીશે કોંગ્રેસ પર કરી હતી.