News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજનીતિમાં(Maharashtra thackeray) નિવેદનોનો સમય આવી ગયો છે. બધા નેતા એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. આવા સમયે નારાયણ રાણેના(Narayan rane) પુત્ર નિતેશ રાણેએ(Nitesh rane) વધુ એક વખત ઉદ્ધવ ઠાકરેને(Uddhav thackeray) આડા હાથે લીધા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરોધીઓ પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે પરંતુ તેમની પાસે એ પ્રશ્નનો ઉત્તર નથી કે જ્યારે બાબરી ધ્વંસ(Babri demolition) નો સમય ચાલી રહ્યો હતો તે સમયે તેઓ ક્યાં હતા. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે હિંદુત્વના(Hindutva) મુદ્દે તે સમયે મૌન હતા જ્યારે આખા દેશમાં વાતાવરણ ગરમ હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) જે કમાયું છે તેને ઉદ્ધવ ઠાકરે એ ગુમાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેની જાહેરાત પછી મુસલમાનોનું મૌન. આ નેતાએ કહ્યું કે રાજ ઠાકરેએ શાસનને પડકાર ફેંક્યો છે મુસલમાનોને નહીં… અમે કશું જ નહીં બોલીએ…
આમ એક સમયના ઠાકરે પરિવારના ખાસમખાસ એવા નારાયણ રાણેના દીકરા નિતેશ રાણેએ વધુ એક વખત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ટિપ્પણી કરી છે.