Site icon

Nitin Gadkari for PM Post : PM મોદીના રિટાર્યમેન્ટની ચર્ચા વચ્ચે આ કોંગ્રેસ નેતાએ નીતિન ગડકરીને PM પદ માટે આપ્યું સમર્થન, નવા વિવાદની શક્યતા

Nitin Gadkari for PM Post :કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદર્શ ઉત્તરાધિકારી તરીકે સૂચવ્યું છે, જો તેઓ 75 વર્ષની ઉંમરે રાજીનામું આપે. ધારાસભ્યની આ ટિપ્પણી RSS વડા મોહન ભાગવતના તાજેતરના નિવેદનોના જવાબમાં આવી છે જેમાં તેમણે 75 વર્ષની ઉંમરે નેતાઓને પદ છોડવા અંગે જણાવ્યું હતું.

Karnataka Congress MLA Pitches Nitin Gadkari For PM, Cites RSS Age-Limit Remark

Karnataka Congress MLA Pitches Nitin Gadkari For PM, Cites RSS Age-Limit Remark

News Continuous Bureau | Mumbai

Nitin Gadkari for PM Post : RSS પ્રમુખ મોહન ભાગવતના “75 વર્ષે પદ છોડી દેવું જોઈએ” વાળા નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃત્તિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે દરમિયાન કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યએ તો નીતિન ગડકરીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપીને નવો રાજકીય વિવાદ છેડી દીધો છે.

Join Our WhatsApp Community

Nitin Gadkari for PM Post : RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન અને PM પદની ચર્ચા: કોણ હશે આગામી વડાપ્રધાન?

મહત્વનું છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, જો કોઈના ખભા પર 75ની શાલ આવે, તો તેમને રોકાઈ જવું જોઈએ. આ નિવેદન બાદ તરત જ અટકળો શરૂ થઈ ગઈ છે કે શું આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પદ છોડવાની સલાહ હતી? આના પરથી તેમનો ઉત્તરાધિકારી કોણ હશે? જો તેઓ રાજીનામું આપે તો નવા વડાપ્રધાન કોણ હશે? આવા સવાલો હવે ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, કર્ણાટકના કોંગ્રેસના એક નેતાએ આ મામલે ટિપ્પણી કરતા મહારાષ્ટ્રના એક મોટા નેતાનું નામ લીધું છે. આના કારણે હલચલ મચી ગઈ છે અને નવો રાજકીય વિવાદ છેડાઈ ગયો છે.

 Nitin Gadkari for PM Post : નીતિન ગડકરીને PM પદ માટે સમર્થન: કોંગ્રેસ ધારાસભ્યનું નિવેદન

ગોપાલકૃષ્ણએ ભાગવતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સંઘપ્રમુખ ભાગવતના નિવેદન મુજબ જો મોદી 75 વર્ષની ઉંમર પછી પદ છોડે તો ગડકરી દેશના આગામી વડાપ્રધાન હોવા જોઈએ. કારણ કે ગડકરી સામાન્ય માણસ સાથે જોડાયેલા છે. તેમણે દેશના વિકાસ માટે, હાઇવે અને અન્ય બાબતોમાં સારું કામ કર્યું છે. દેશની જનતા તેમની સેવા અને તેઓ કેવા વ્યક્તિ છે તે જાણે છે.

 Nitin Gadkari for PM Post : ગડકરીની નીતિઓ અને ભૂતકાળના ઉદાહરણો

ગોપાલકૃષ્ણએ નીતિન ગડકરીના એવા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે દેશના ગરીબો વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને ધનવાનો વધુ ધનવાન બની રહ્યા હોવાનો દાવો કર્યો હતો. આને ધ્યાનમાં રાખીને, તેમણે કહ્યું કે ગડકરી પાસે દેશના વિકાસ માટે એક દ્રષ્ટિ છે અને આવા લોકોને વડાપ્રધાન બનાવવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : PM Modi Retirement: RSS ના વડા મોહન ભાગવતે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનો કર્યો ઉલ્લેખ, સંજય રાઉતે સાધ્યું નિશાન; કહ્યું પીએમ મોદી પણ હવે…

તેમણે આગળ કહ્યું, “મોહન ભાગવતે આવા સંકેત આપ્યા છે કે જેમણે 75 વર્ષ પૂર્ણ કર્યા છે તેમને પદ છોડવું પડશે. તેથી મને લાગે છે કે ગડકરીનો વડાપ્રધાન બનવાનો સમય આવી ગયો છે.” આ ઉપરાંત, ગોપાલકૃષ્ણએ દાવો કર્યો કે ભાજપના વરિષ્ઠ નેતા બી. એસ. યેદિયુરપ્પાને 75 વર્ષના થયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ નિવેદનોથી રાજકીય ક્ષેત્રે નવી ચર્ચાઓ અને વિવાદો શરૂ થવાની શક્યતા છે.

 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Exit mobile version