Site icon

અભી આયા ઊંટ પહાડ કે નીચે. નીતિશ કુમારે પીએમ મોદીનું નમીને અભિવાદન કર્યું ફોટોગ્રાફ થયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

ભવિષ્યમાં વડાપ્રધાન બનવાના સપના જોઈ રહેલા નીતીશ કુમારનો  એક ફોટોગ્રાફ  અત્યારે વાયરલ થયો છે. વાત એમ છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ રહેલા યોગી આદિત્યનાથ ના શપથગ્રહણ સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝૂકીને પ્રણામ કર્યા હતા. આ ફોટોગ્રાફ અત્યારે બિહારમાં વાયરલ થયો છે. એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ ફેંકનાર નીતીશ કુમાર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નતમસ્તક થયા છે તેવી ટિપ્પણી થઈ રહી છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે આ ફોટોગ્રાફ સાથે નીતીશ કુમારનો એક જુનો વિડીયો વાયરલ કર્યો છે જેમાં નિતેશ કુમારે કહ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ નહીં મિલાવે. હવે જ્યારે સાર્વજનિક મંચ પર ઉપસ્થિત રહેવાનો વારો આવ્યો છે ત્યારે નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને ઝૂકીને પ્રણામ કર્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ‘ઓહ માય ગોડ’ છત્તીસગઢ નો કમાલ નો કિસ્સો. કોર્ટે ખુદ શંકર ભગવાનને નોટિસ મોકલી, ભક્તોએ આ કીમિયો અજમાવ્યો. હવે શંકર ભગવાનને બીજી તારીખે કોર્ટમાં હાજર થવું પડશે.

 

 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version