Site icon

બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારનો જબ્બર ફેન, દરેક જીત પર કાપે છે એક આંગળી, અત્યાર સુધી કાપી ચુક્યો છે 4 આંગળીઓ…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 નવેમ્બર 2020
બિહારમાં સતત ત્રીજીવાર નીતીશ કુમારે મુખ્યમંત્રી તરીકેના સપથ લીધા છે. લોકો બિહારમાં નવી સરકાર બનાવવાની ઉજવણી જુદી જુદી રીતે કરી રહ્યા છે. એનડીએના નેતાઓ મંદિરોમાં પ્રાર્થના કરી, ફટાકડા ફોડીને અને મીઠાઇ વહેંચીને ઉજવી રહ્યા છે. તે જ સમયે, એક એવો ચાહક સામે આવ્યો છે જેણે નીતીશ કુમારના ફરીથી સીએમ બનવાની ખુશીમાં પોતાના હાથની આંગળી કાપી નાખી છે.

Join Our WhatsApp Community

બિહારના જહાનાબાદ જિલ્લાનો આ યુવાન નીતીશ કુમારનો એટલો મોટો ચાહક છે કે તે દરેક જીત પર પોતાની એક આંગળી કાપી નાખે છે. 45 વર્ષીય વ્યક્તિ ફરી આંગળી કાપીને ચર્ચામાં છે. 2005 માં, આ વ્યક્તિએ પ્રથમ આંગળી કાપી હતી અને ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે. 2010 માં, નીતીશ કુમારની જીત પર હાથની બીજી આંગળી કાપી હતી. 2015 માં નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ, ત્રીજી આંગળી હતી અને આ વખતે પણ, નીતીશનો તાજ પહેરાવવામાં આવતાની સાથે જ તેણે આવું જ કર્યું. આમ તો ફિલ્મ સ્ટારો, ક્રિકેટરોને અને નેતાઓ પોતાના પ્રશંસકોને લઈ હંમેશા ઉત્સાહિત રહેતા હોય છે. પરંતુ આવા તરંગી ચાહકો સામે આવે ચી ત્યારે વાત ગંભીર બની જાય છે.

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version