ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા સુરક્ષાકર્મી આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેનો જવાબ આપ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ કુલ 439 આતંકીઓ માર્યા ગયા છે. સાથે આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષાદળોના પણ મૃત્યુ થયા છે. આ દરમિયાન 98 નાગરિક અને 109 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ 541 આતંકવાદી ઘટનાઓ થઈ છે. જાે કે લગભગ ૫.૩ કરોડની ખાનગી સંપત્તિનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. રાજસ્થાનના સાંસદ નીરજ ડાંગીના સવાલ પર આ જવાબ આપવામાં આવ્યો હતો.
રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડુએ બુધવારે સાંસદોને સદનની કામગીરી કોઈ અવરોધ વગર ચાલી શકે તેની કાળજી લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે તેમનું આચરણ એવું હોવું જોઇએ કે જેથી લોકોને ભારતના સંસદીય લોકતંત્રમાં ભરોસો જળવાઇ રહે. દેશના 5000 સાંસદો, વિધાયકો અને વિધાન પાર્ષદોએ આ ઐતિહાસિક વર્ષમાં સંકલ્પ લેવો જોઈએ કે લોકોને આ લોકશાહીમાં ભરોસો જળવાઇ રહે જેને તેઓ પાછલા ૭૦ વર્ષથી મજબૂત કરી રહ્યા છે. પાછલા બે સત્ર દરમિયાન ઊહાપોહના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઇ હોવાનો ઉલ્લેખ કરતાં નાયડુએ જણાવ્યું હતું કે તેને લીધે વ્યથા થાય છે.