Site icon News Continuous Bureau | Mumbai

આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરમાં કેટલા આતંકી હુમલા થયા? રાજ્યસભામાં સરકારે આપ્યો આ જવાબ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર

 કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા સુરક્ષાકર્મી આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેનો જવાબ આપ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ કુલ 439 આતંકીઓ માર્યા ગયા છે. સાથે આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષાદળોના પણ મૃત્યુ થયા છે. આ દરમિયાન 98 નાગરિક અને 109 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ 541 આતંકવાદી ઘટનાઓ થઈ છે. જાે કે લગભગ ૫.૩ કરોડની ખાનગી સંપત્તિનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. રાજસ્થાનના સાંસદ નીરજ ડાંગીના સવાલ પર આ જવાબ આપવામાં આવ્યો હતો. 

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની વધી શકે છે મુશ્કેલી, EDએ ચાર્જશીટમાં કર્યા આ ચોંકાવનારા ખુલાસા; જાણો વિગતે  

રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડુએ બુધવારે સાંસદોને સદનની કામગીરી કોઈ અવરોધ વગર ચાલી શકે તેની કાળજી લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે તેમનું આચરણ એવું હોવું જોઇએ કે જેથી લોકોને ભારતના સંસદીય લોકતંત્રમાં ભરોસો જળવાઇ રહે. દેશના 5000 સાંસદો, વિધાયકો અને વિધાન પાર્ષદોએ આ ઐતિહાસિક વર્ષમાં સંકલ્પ લેવો જોઈએ કે લોકોને આ લોકશાહીમાં ભરોસો જળવાઇ રહે જેને તેઓ પાછલા ૭૦ વર્ષથી મજબૂત કરી રહ્યા છે. પાછલા બે સત્ર દરમિયાન ઊહાપોહના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઇ હોવાનો ઉલ્લેખ કરતાં નાયડુએ જણાવ્યું હતું કે તેને લીધે વ્યથા થાય છે.

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version