ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓગસ્ટ 2020
કોરોના વાયરસના રોગચાળાએ સમગ્ર રાષ્ટ્રને જકડી લીધું છે. ગત માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી સામાન્ય નાગરિકોનું દૈનિક જીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે, ઓગસ્ટથી દેશભરમાં ધીમે ધીમે અનલોકની કરવાની જાહેરાત કરી હતી. અનલોક 3.0 ની માર્ગદર્શિકાને પગલે મહારાષ્ટ્ર સરકારે પણ બુધવારથી મોલ્સ, માર્કેટ શોપ અને શોપિંગ સંકુલને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.
જોકે, 5 ઓગસ્ટે ખોલવામાં આવેલા તમામ મોલ્સને, નવી મુંબઈ પ્રશાસને 12 કલાકની અંદર જ એટલેકે 6 ઓગસ્ટથી ફરી બંધ કરવાનાં આદેશ આપી દીધાં છે. NMMC એ અહેવાલમાં જણાવાયું છે કે 'મોલ ઓપરેટરો તેમજ મુલાકાતીઓ દ્વારા તમામ સલામતીનાં પગલાં લેવામાં આવશે… તેવી કડક શરતોના આધાર પર મોલને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.' પરંતુ શરતોનું પાલન ન થયું હોવાથી નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી) એ તેમને બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
રિપોર્ટ અનુસાર, ઘણા લોકો નવીમુંબઈ માં મોલ શરૂ થતાંની સાથે જ માત્ર ફરવા માટે અન્ય શહેરોમાંથી અવ્યા હતા. જેને કારણે મોલ્સમાં ભીડ વધવા પામી હતી અને એનએમએમસીને પ્રતિબંધ લાગુ કરવાની ફરજ પડી હતી..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com