Site icon

લો બોલો! નવી મુંબઈમાં મોલ ખુલ્યાનાં 12 જ કલાકમાં ફરીથી બંધના ઓર્ડર … જાણો શું કારણ આપ્યું NMMC એ….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

07 ઓગસ્ટ 2020

કોરોના વાયરસના રોગચાળાએ સમગ્ર રાષ્ટ્રને જકડી લીધું છે. ગત માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી સામાન્ય નાગરિકોનું દૈનિક જીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે, ઓગસ્ટથી દેશભરમાં ધીમે ધીમે અનલોકની કરવાની જાહેરાત કરી હતી. અનલોક 3.0 ની માર્ગદર્શિકાને પગલે મહારાષ્ટ્ર સરકારે પણ બુધવારથી મોલ્સ, માર્કેટ શોપ અને શોપિંગ સંકુલને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.

જોકે, 5 ઓગસ્ટે ખોલવામાં આવેલા તમામ મોલ્સને, નવી મુંબઈ પ્રશાસને 12 કલાકની અંદર જ  એટલેકે 6 ઓગસ્ટથી ફરી બંધ કરવાનાં આદેશ આપી દીધાં છે. NMMC એ અહેવાલમાં જણાવાયું છે કે 'મોલ ઓપરેટરો તેમજ મુલાકાતીઓ દ્વારા તમામ સલામતીનાં પગલાં લેવામાં આવશે… તેવી કડક શરતોના આધાર પર મોલને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.' પરંતુ શરતોનું પાલન ન થયું હોવાથી નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી) એ તેમને બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

 રિપોર્ટ અનુસાર, ઘણા લોકો નવીમુંબઈ માં મોલ શરૂ થતાંની સાથે જ માત્ર ફરવા માટે અન્ય શહેરોમાંથી અવ્યા હતા. જેને કારણે મોલ્સમાં ભીડ વધવા પામી હતી અને એનએમએમસીને પ્રતિબંધ લાગુ કરવાની ફરજ પડી હતી..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version