ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર ની આત્મહત્યા ના પડઘા મુંબઈ સુધી પડ્યા છે. સાંસદની આત્મહત્યા સંદર્ભે મુંબઈ પોલીસે અનેક લોકોની વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. પરંતુ મોહન ડેલકર ના પુત્ર અભિનવ ડેલકરે સેલવાસ જિલ્લાના અધિકારી સંદીપ કુમાર સિંઘ વિરુદ્ધ પણ એક એફ.આઇ.આર નોંધાવી હતી.
સંદિપકુમાર સિંઘે પોતાની વિરુદ્ધ થયેલી એફ.આર.આઈ ની સામે સ્વબચાવમાં,ગુનો રદ્ કરવાની અપીલ મુંબઈ હાઈકોર્ટમાં કરી છે. સંદિપકુમાર સિંઘે વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ મારફત આ અપીલ કરી હતી. જેનો આજે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ એસ શિંદે અને ન્યાયાધીશ મનીષ પિત્તળે એ સંયુક્તપણે ફેસલો આપ્યો હતો. જેના અંતર્ગત નવ એપ્રિલ સુધી અધિકારીઓ ઉપર કોઇ કાર્યવાહી નહીં થાય.
ઉલ્લેખનીય છે કે,મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં મુંબઈ પોલીસે અનેક ભાજપના નેતાઓની વિરુદ્ધમાં એફ.આર.આઈ નોંધી છે.તેમજ આ બધું એક રાજનૈતિક ષડયંત્ર છે, તેવા આરોપ પણ ભાજપના નેતાઓ પર લાગ્યા છે.
