Site icon News Continuous Bureau | Mumbai

મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં આ તારીખ સુધી કલેકટર પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

      દાદરાનગર હવેલીના સાંસદ  મોહન   ડેલકર ની આત્મહત્યા ના પડઘા મુંબઈ સુધી પડ્યા છે. સાંસદની આત્મહત્યા સંદર્ભે મુંબઈ પોલીસે અનેક લોકોની વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. પરંતુ મોહન ડેલકર ના પુત્ર અભિનવ ડેલકરે સેલવાસ જિલ્લાના અધિકારી સંદીપ કુમાર સિંઘ વિરુદ્ધ પણ એક એફ.આઇ.આર નોંધાવી હતી.

      સંદિપકુમાર સિંઘે પોતાની વિરુદ્ધ થયેલી એફ.આર.આઈ ની સામે સ્વબચાવમાં,ગુનો રદ્ કરવાની અપીલ મુંબઈ હાઈકોર્ટમાં કરી છે. સંદિપકુમાર સિંઘે વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ મારફત આ અપીલ કરી હતી. જેનો આજે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ એસ શિંદે અને ન્યાયાધીશ મનીષ પિત્તળે એ સંયુક્તપણે ફેસલો આપ્યો હતો. જેના અંતર્ગત નવ એપ્રિલ સુધી અધિકારીઓ ઉપર કોઇ કાર્યવાહી નહીં થાય.

     ઉલ્લેખનીય છે કે,મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં મુંબઈ પોલીસે અનેક ભાજપના નેતાઓની વિરુદ્ધમાં એફ.આર.આઈ નોંધી છે.તેમજ આ બધું એક રાજનૈતિક ષડયંત્ર છે, તેવા આરોપ પણ ભાજપના નેતાઓ પર લાગ્યા છે.

Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Exit mobile version