ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અંહી ગુરુવારે કોરોનાના 36,265 નવા કેસ નોંધાયા છે અને 13 લોકોના મોત થયા છે. જયારે 8,907ને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ઓમિક્રોનના 79 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માંગ દૈનિક 800 મેટ્રિક ટનથી વધુ થશે તો રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા અંગે વિચારણા કરાશે.
મહારાષ્ટ્રમાં કોરોના ટાસ્ક ફોર્સના સલાહકાર સભ્ય અને મુંબઈમાં ખાનગી હોસ્પિટલોની સમન્વય સમિતિના પ્રમુખ ડો. ગૌતમ ભંસાલીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે રાજ્યમાં જ્યાં સુધી સ્થિતિ ગંભીર નથી થતી અને કોરોનાના ઘણા ગંભીર મામલા હોસ્પિટલમાં દાખલ નથી કરાવવામાં આવતા ત્યાં સુધી કોઈ લોકડાઉન નહીં લાગે. લોકડાઉન હજુ એક વિકલ્પ હશે જ્યારે લોકો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ આવવાનું શરુ કરી દેશે અથવા હોસ્પિટલમાં લાંબા સમય સુધી ગંભીર બની રહેશે.
જેનો ડર હતો એ જ થયું! મુંબઈના ધારાવી માં ઘુસી ગયો કોરોના; આ છે આજના તાજા આંકડા
ડૉ. ગૌતમ ભણસાલીએ કહ્યું, અમારી પાસે ખાનગી હોસ્પિટલોમાં 7,000 બેડ છે અને જો જરૂર પડશે તો અમે બેડની સંખ્યામાં વધારો કરીશું. ટૂંક સમયમાં 12,000 બેડ ઉમેરવામાં આવશે. હાલમાં ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ છે. સરકારી અને બીએમસી દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં લગભગ 30 ટકા બેડ રાખવામાં આવ્યા છે.