ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
લોકલ ટ્રેન, બસમાં અથવા સાર્વજનિક સ્થળે મોટે મોટેથી ગીત વગાડીને સાંભળવાની બીજાને ત્રાસ આપવાની અનેક લોકોને આદત હોય છે. જોકે આવા લોકોને સબક શીખવાડતો હાઈ કોર્ટે તાજેતરમાં જ મહત્વનો ચુકાદો આપ્યો છે.
ચાલુ બસમાં સ્પીકર પર મોટેથી ગીત વગાડનારાને મુદ્દે કરવામાં આવેલી અરજી પણ કર્ણાટકની હાઈ કોર્ટે સુનાવણી કરતા સમયે કહ્યું હતું કે આવા લોકોને ચાલુ બસમાંથી ઉતારી મુકવા જોઈએ. એટલું જ નહીં પણ કર્ણાટક હાઇકોર્ટે કર્ણાટક સ્ટેટ ટ્રાન્સોપોર્ટની બસમાં પ્રવાસ કરતા સમયે મોટેથી મોબાઈલના સ્પીકર પર ગીત વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે પણ પ્રવાસી મોટેથી ગીત વગાડતા દેખાય તો તેને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી મુકવામાં એવો ચોખ્ખા શબ્દોમાં આદેશ પણ આપ્યો છે. પ્રવાસી અને અધિકારીઓને ત્રાસ આપવા સંબંધિત પ્રવાસીને અપીલ કરવી. છતાં પણ તે ગણકારે નહીં તો તેને બસમાંથી ઉતારી મુકવાનો અધિકાર સંબંધિત બસના અધિકારીને રહેશે.