Site icon

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય

Bangladeshi infiltrators બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘

Bangladeshi infiltrators બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘

News Continuous Bureau | Mumbai

Bangladeshi infiltrators બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ ને કારણે રોજગાર માટે ભારતમાં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરનારા બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેમાંના મોટા ભાગના બાંગ્લાદેશી નાગરિકો મહારાષ્ટ્ર રાજ્યમાં રોજગાર મેળવવા માટે ગેરકાયદેસર રીતે આવ્યા છે.મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગે બોગસ દસ્તાવેજો ની મદદથી રેશનકાર્ડ મેળવીને તેના આધારે સરકારી યોજનાઓનો લાભ લેતા ઘૂસણખોર બાંગ્લાદેશી નાગરિકોને કાળી યાદીમાં (Blacklist) મૂકવાનો નિર્ણય લીધો છે. તેમની પાસે સરકારી દસ્તાવેજો મળી આવે તો તે તાત્કાલિક રદ કરવાના નિર્દેશો રાજ્ય સરકારે આપ્યા છે.

સત્તાવાર દસ્તાવેજોની તપાસ

રાજ્ય સરકારે આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા ગુનો નોંધાયેલ 1,274 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોના નામે કોઈ સત્તાવાર દસ્તાવેજો જારી થયા છે કે નહીં, તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસમાં જો આવા દસ્તાવેજો મળે તો તે તાત્કાલિક રદ કરવા જોઈએ, તેમ સરકારે કહ્યું છે.ઘણી વખત સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી ભલામણોના આધારે રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવે છે. આવા સમયે, અરજદાર દ્વારા રજૂ કરાયેલા કાગળિયાતો અને તેના રહેઠાણના સ્થળની કડક ચકાસણી કરવી, તેવી સૂચના પરિપત્ર દ્વારા આપવામાં આવી છે. આ ઘૂસણખોરો તેમના રહેઠાણ સંબંધિત પુરાવા તૈયાર કરવા તેમજ રાજ્યની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જુદા જુદા સરકારી દસ્તાવેજો અને પ્રમાણપત્રો મેળવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.

રાષ્ટ્રીય સુરક્ષાના જોખમને પગલે નિર્ણય

બાંગ્લાદેશી ઘૂસણખોરોનું વધતું પ્રમાણ, તેનો રાષ્ટ્રીય સુરક્ષા ને રહેલો ખતરો તેમજ સરકારી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓનો દુરુપયોગ ન થાય તે માટે આતંકવાદ વિરોધી દળ દ્વારા આયોજિત બેઠકમાં થયેલી ચર્ચાના આધારે ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગે પ્રાદેશિક કાર્યાલયોને માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. આ સંદર્ભે વિભાગે શુક્રવારે એક પરિપત્ર જારી કર્યો છે.
ઉઘાડ કરાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી સ્થળાંતર કરનારા નાગરિકોની યાદી વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. તેનો અહેવાલ વિભાગ દ્વારા આતંકવાદ વિરોધી દળ (ATS) ને પણ સોંપવામાં આવશે.

 

Exit mobile version