ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
અખબારમાં ખાદ્ય પદાર્થ વેચનારા ફેરિયાઓનું હવે આવી બનશે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે રસ્તા પર અથવા ખુલ્લામાં ખાદ્ય પદાર્થ વેચનારો ફેરિયો જો અખબારમાં ખાદ્ય પદાર્થ પેક કરીને વેચતો દેખાયો તો તેની સામે આકરા પગલા લેવાની ચીમકી આપી છે.
કોઈ પણ જાતના અન્ન પદાર્થને અખબારમાં વેચવા પર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. અન્ન પદાર્થ અને વર્તમાનપત્રમાં છપાઈ માટે વાપરવામાં આવતી શાહી એકબીજા સાથે મિક્સ થઈ જાય તો તે આરોગ્ય માટે નુકસાનકારક થઈ શકે છે.
લોકો પોતાના ઘરના અખબાર રદ્દીવાલાને વેચી દેતા હોય છે. રદીવાલા પાસેથી સસ્તામાં અખબાર લાવીને ફેરિયાઓ અને દુકાનદારો તેમાં ખાદ્યપદાર્થ પેક કરીને વેચતા હોય છે. જોકે આ અખબારમાં પેક થયેલા ખાદ્યપદાર્થ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. જુદી જુદી બીમારીઓઓને આમંત્રી શકે છે. તેથી જ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ અખબારમાં ખાદ્ય પદાર્થ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની તબિયત બગડી, આ હોસ્પિટલમાં કરાયા દાખલ
ડોકટરોના કહેવા મુજબ અખબારની શાહીમાં મેટલ અને કાર્બનનો સમાવેશ હોય છે. આ બંનેનું પ્રમાણ ઓછા પ્રમાણમાં હોય છે. છતાં તે શરીર માટે જોખમી છે. સતત અખબારોમાં બાંધેલા અન્ન પદાર્થ ખાવાથી ડાયરિયા અથવા કિડનીની બીમારી થઈ શકે છે.