ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહારાષ્ટ્રના માથેથી કોરોનાનું સંકટ ટળ્યું નથી. લૉકડાઉન શિથિલ કર્યા છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં એવું વારંવાર કહેવાઈ રહ્યું છે. દરમિયાન ગણેશોત્સવ ઉપર કોરોના સંકટ હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. આગામી એક- બે દિવસમાં ગણેશોત્સવ બાબતે નિયમાવલી જાહેર કરવામાં આવશે. એવી માહિતી રાજ્યના મદદ અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે આપી છે.
વડેટ્ટીવારે જણાવ્યું હતું કે લોકો નિયમોનું પાલન નહીં કરે તો કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધી શકે છે. આ વાતને આધારે કેટલાક યોગ્ય નિર્ણય લેવા પડશે. એવી ચર્ચા મુખ્ય પ્રધાને આજે કરી છે. એક-બે દિવસમાં તજ્જ્ઞો સાથે ચર્ચા કરીને મુખ્ય પ્રધાન નિયમાવલી જાહેર કરશે.
નાઇટ કર્ફ્યુ સંદર્ભે પુછાયેલા પ્રશ્નમાં વડેટ્ટીવારે જણાવ્યું હતું કે નાઇટ કર્ફ્યુ બાબતે કોઈ પણ ચર્ચા કે નિર્ણય લેવાયો નથી. તેમ જ નાઇટ કર્ફ્યુ લાદવાનો સરકારનો કોઈ પણ વિચાર ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.