ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 જુલાઈ 2020
આ વર્ષે ગણેશ મંડળોએ પ્રશાસનની પરવાનગી નહીં લેવી પડે. એના બદલે ગયા વર્ષના કાગળીયાના આધારે જ આ વર્ષે ગણપતી સ્થાપના કરી શકશે. એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. બીએમસી નું કહેવું છે કે, હાલ કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી અને લોકડાઉન ની સ્થિતિ ને લઇ પરવાનગી લેવા માટે ભક્તોને અને ગણપતિ મંડળોને મનપા ઓફિસ સુધી દોડાવવા નથી માંગતી.
આ વર્ષે ગણેશ મંડળોને આર્થિક મંદીમાં રાહત આપવા માટે મંડપની જગ્યાનું ભાડું પણ માફ કરવામાં આવ્યું છે. બીજી બાજુ પોલીસ, ફાયરબ્રિગેડ, સહિત ટ્રાફિક વિભાગ ની નવી મંજૂરી લેવાના બદલે, ગયા વર્ષના પરમિશન લેટર પર અનુમતિ આપવામાં આવશે.
નોંધનીય છે કે આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે ચાર ફૂટથી ઊંચી ગણપતિની પ્રતિમા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં ગણપતિ મંડળોવાળા ને કોઈ પણ જાતની મૂંઝવણ હોય કે પરેશાની ઉત્પન્ન થાય તો તુરંત જ સ્થાનિક મનપા ઓફિસ ની મદદ લેવા જણાવ્યું છે. જ્યાં સહાયક આયુક્ત સીધા જ ગણપતિ મંડળનો સંપર્ક કરી તેઓની સમસ્યા નો ઉકેલ લાવશે.
ઉપરોક્ત તમામ છૂટ આપવામાં આવી છે પરંતુ ગણપતિ મંડળોએ પોતાના પંડાળોમાં થતી ભીડને કાબૂમાં કરવી પડશે અને સોશિયલ ડિસ્ટનસિંગ સહિત તમામ મેડિકલ ગાઈડલાઈન નું પાલન કરવું પડશે અને આ 'પાલન' ની લેખિતમાં બાંહેધરી પણ બીએમસીને આપવી પડશે. જે માટે ગણપતિ મંડળોએ આગામી 19 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com