ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે.રાજ્ય સરકારના ઉર્જા પ્રધાને જાહેરાત કરી છે કે કોરોના કાળ દરમ્યાન જે લોકોના વીજ બિલ વધારે આવ્યા છે તેઓને રાહત આપવા સંદર્ભે સરકાર વિચાર કરી રહી છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ પાસે વીજ બીલ ભરવાના પૈસા નથી તેઓનું વીજળી નું જોડાણ વીજ કંપનીઓ નહીં કાપી શકે.
જોકે કોઇ વ્યક્તિનો વીજબિલ વધુ આવવાથી તેમજ બિલ ન ભરવાથી સરકારી કંપનીઓએ ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખ્યું હોય તો તે બાબતે શું કરશો? આ સવાલનો જવાબ રાજ્ય સરકાર પાસે નહોતો.
