ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મહારાષ્ટ્રમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને રાજ્યમાં અત્યારથી ઉનાળાની ગરમીના ચટકા જણાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસમાં રાજ્યમાં બરોબર ઉનાળામાં જ નાગરિકોને લોડશેડિંગનો સામનો કરવાની નોબત આવી શકે છે.
મહારાષ્ટ્રમાં હાલમાં કોલસાની અછત સર્જાઈ છે. હાલ રાજ્ય પાસે બે દિવસ પૂરતો જ તેનો સ્ટોક ઉપલબ્ધ છે, જેના કારણે વીજળીની અછત સર્જાઈ શકે છે. તેથી આગામી દિવસમાં લોડ શેડિંગ અંગે નિર્ણય લેવાની જરૂર પડી શકે છે, એવી ચેતવણી ઉર્જા પ્રધાન નીતિન રાઉતે આપી છે.
રાજ્યના ઉર્જા મંત્રી ડો. નીતિન રાઉતે રાજ્યના અકોલામાં પાવર સબસ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. એ દરમિયાન ડો. રાઉતે કહ્યું હતું કે કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે સર્વત્ર સંતુલન હતું, ત્યારે MSEDCLએ રાજ્યના લોકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડ્યો હતો. કોરોનાના કારણે લોકોની રોજગારીમાં સંકટ ઊભું થયું છે. પરંતુ જો વીજળીનો ઉપયોગ કર્યો તો વીજળીના બિલની ચુકવણી કરવી જ પડશે. આ સમયે તેમણે વીજ ગ્રાહકોની તેમના વીજળીના બાકી રહેલા લેણા ચૂકવીને MSEDCLને સહકાર આપવા અપીલ કરી હતી.
આજે યુપીમાં પાંચમા તબક્કાની ચૂંટણી. સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત ઘણા દિગ્ગજોની કિસ્મત દાવ પર
અહીં ઉલ્લેખનીય છે કે ખેડૂતોના વીજ બિલોમાં વિક્ષેપને લઈને રાજ્યભરમાં ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ઉર્જા મંત્રીનું નિવેદનને આંદોલનકારીઓ માટેને સ્પષ્ટ સંદેશ માનવામાં આવે છે.