ગુજરાતના શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નાના કપડા પહેરીને આવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં નહી આવે. માસ્ક ફરજીયાત પહેરવું. નાના કપડા પહેરીને દર્શનાર્થે આવતા લોકોને ધોતી આપવામાં આવશે, અને તે પહેરવા પર જ દર્શનની પરવાનગી આપવામાં આવશે.
મંદિરની બહાર એક મોટુ બોર્ડ લગાવવામાં આવ્યુ છે જેમાં આ સૂચના આપવામાં આવી છે.