ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
દેશમાં કોરોના વેક્સિન ની અછત છે તેવા સમાચાર વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં આવી કોઈ તકલીફ નથી. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે દેશના તમામ રાજ્યો પાસે ભેગા મળીને 1 કરોડ 58 લાખ ડોઝ સ્ટોકમાં છે. આ પરિસ્થિતિમાં અનેક દિવસો સુધી વેક્સિન કાર્યક્રમ ચાલી શકે છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 14 કરોડ વેક્સિન રાજ્યો સુધી પહોંચાડવામાં આવી છે અને જેમાંથી 12 કરોડ વેક્સિન વપરાઇ છે. આ ઉપરાંત હાલ દોઢ કરોડ જેટલા ડોઝ અનામત સપ્લાયમાં છે.
આમ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અત્યારે વેક્સિન ની કોઈ કમી નથી.