ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર
મહારાષ્ટ્ર્ના ઔરંગાબાદ હવે મધ્યપ્રદેશે કોરોના રસી નહીં લગાવનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે
સરકારે આદેશ કર્યો છે કે, રાજ્યમાં રેશનિંગનુ અનાજ એ જ લોકોને અપાશે જે સંપૂર્ણ રસી લઈ ચૂક્યા છે. વેક્સીન વગર અનાજ નહીં આપવામાં આવે.
આ નિર્ણય ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. જેથી જે લોકોએ રસી નથી મુકાવી તેમને સમય મળી રહે.
સરકાર દ્વારા વેક્સીન લેવા માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.
ઉલેખનીય છે કે મધ્યપ્રદેશમાં 1.15 કરોડ પરિવારો 4.90 કરોડ લોકો રેશનિંગની દુકાનોમાંથી અનાજ ખરીદે છે.
