News Continuous Bureau | Mumbai
મરાઠવાડના(Marathawada) લાતુર જિલ્લા(Latur district) દુકાળગ્રસ્ત વિસ્તારોમાનો એક ગણાય છે. જોકે હવે આ ટેગ તેના માથા પરથી દૂર થઈ ગયું છે. 2016ની સાલમાં અહીં પાણીની ભીષણ કટોકટી(Water shortage) સર્જાઈ હતી. 'જલદૂત એક્સપ્રેસ'(Jaldoot Express) નામની વિશેષ ટ્રેન(Special train) દ્વારા મિર્ઝાપુરથી 111 વખત લાતુરને પાણી પૂરું પાડવું પડ્યું હતું. જોકે છેલ્લા છ વર્ષમાં લાતુરવાસીઓ, સરકાર અને વિવિધ સંસ્થાઓના ભગીરથ પ્રયાસથી જિલ્લાની શકલ બદલાઈ ગઈ છે. પાણી માટે વલખા મારનારા લાતુરવાસીઓ પાસે આ વખતે મબલખ પાણી હોવાનું કહેવાય છે અને તેના ભૂગર્ભજળ સ્તરમાં(Groundwater) પણ વધારો થયો હોવાનું કહેવાય છે.
સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં સુકાઈ જતા તળાવ અને નદીના તટપ્રદેશ તથા ડેમમાં(Dam) આજે પણ 50% પાણીનો જથ્થો છે. જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તરમાં 5 વર્ષમાં સરેરાશ 3.20 મીટરનો વધારો થયો છે. જિલ્લામાં ગયા વર્ષે 95.95 ગેલન પાણી હતું. તો ભરઉનાળામાં મે મહિનામાં તે 131.74 ટકાથી વધીને 222.26 પર ગયો હતો.
જિલ્લામાં હાલ મે મહિનામાં શેરડીનું પિલાણ પણ ચાલુ છે. અલબત્ત, આ ચમત્કાર રાતોરાત થયો નથી. ભીષણ દુષ્કાળનો ભોગ બન્યા બાદ લાતુરવાસીઓએ તેમાંથી બહાર આવવા ઘણી મહેનત કરી છે. જેમાં જળસૃષ્ટિ શિવાર અભિયાન સહિત વિવિધ સામાજિક સંસ્થાઓએ સહયોગ આપ્યો છે. છેલ્લા બે વર્ષમાં જોકે વરસાદે પણ મોટી મદદ કરી છે.
વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ કરવાના પ્રયોગની સફળતાને કારણે ભૂગર્ભજળના ભંડારમાં ઘણો વધારો થયો છે. પુષ્કળ પાણીને કારણે ખેડૂતોએ તેમની પાકની પદ્ધતિ બદલી નાખી અને ફરીથી શેરડી તરફ વળ્યા. ઉનાળુ સોયાબીનનું વાવેતર પાંચથી છ ગણું વધ્યું છે.
વર્ષ 2016 ની સાલમાં પાણીની ભીષણ કારમી અછતનો સામનો કર્યા બાદ લાતુર અને શહેર જિલ્લામાં પાણીના ઉપયોગ અને બચત વિશે મોટા પાયે જાગૃતિ આવી છે. તેઓને વરસાદી પાણીનો(Rain water) સંગ્રહ અને ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવ્યું હતું. આજે વહીવટીતંત્ર પાસે ટેન્કરની કોઈ ડીમાન્ડ નથી. મે મહિનામાં પણ તમામ ડેમ, નદીના તટ અને કુવાઓમાં 50% પાણી છે. જેના કારણે શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થયો હોવાનું લાતુરના કલેકટર બી.પૃથ્વીરાજનું કહેવું છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના નેતા આનંદ દિઘેના જીવન પર બનેલી ફિલ્મ અધવચ્ચેથી છોડીને CM ઉદ્ધવ ઠાકરેએ બહાર નીકળી ગયા, આ છે તે પાછળનું કારણ.. જાણો વિગતે.
સ્થાનિક સંસ્થાઓ પણ પાણીને લઈને ખાસ્સી મહેનત કરી છે. સ્થાનિક સંસ્થાના પદાધિકારીના કહેવા મુજબ 2016ની ઘટના પછી લાતુરકરે પોતે પાણીના ઉપયોગને લઈને મોટા ફેરફારો કર્યા હતા. દરેક ગામ, દરેક ઘર પાણીના ઉપયોગ અંગે જાગૃત બન્યું. નદીના પટને પહોળા અને ઊંડા કરવામાં આવ્યા હતા.ચાર વર્ષમાં માંજરા, તવરજા, ખરાણી અને રેણા નદીમાંથી 1.25 લાખ ઘનમીટર કાદવ કાઢવામાં આવ્યો હતો. એકલા માંજરા ડેમમાંથી 43.50 હજાર ઘનમીટર કાદવ કાઢવામાં આવ્યો હતો. રેણાપુર તાલુકામાં કાંપ કાઢવાને કારણે જમીનના ભાવ પ્રતિ એકર 25 લાખ થઈ ગયા છે. દરેક તાલુકામાં 20 થી 30 ગામોમાં જળ સંચયની(Water accumulation) કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પગલાંથી બદલાવ આવ્યો છેઃ સરકારી યોજનાઓ, સંસ્થાઓ અને લોકભાગીદારી દ્વારા જીલ્લા પાણીની સમસ્યાથી બહાર આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફીમાં ચોંકાવારી વિગતો મળી, મસ્જિદ પરની દીવાલો પર મળી આવ્યા આ નિશાનો; હિંદુ પક્ષનો દાવો થયો વધુ મજબૂત…
પાણીની અછત દૂર કરવા માટે નદીઓનું પુનરુત્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે માંજરા, તવરજા, ખરાણી અને રેણા નદીઓમાંથી કાંપ દૂર કરવામાં આવ્યો હતો. સોસાયટી, મકાનો, સરકારી ઈમારતો પર જળ રિચાર્જ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નાગરિકોમાં જળ સાક્ષરતા લાવવામાં આવી હતી. અનેક સંસ્થા અને જાહેર ભાગીદારી કરીને જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નદીના કાદવને દૂર કરવા, પાણીની જાળવણી, સિમેન્ટ ડેમ, ગટર ઉંડા કરવા-સરળીકરણ, પાળાબંધી, પાણી રિચાર્જના કામો હાથ ધરવામાં આવ્યા હતા.