News Continuous Bureau | Mumbai
ફરી એક વખત પાણીની વહેંચણીને લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સામ-સામે થઈ ગયા છે. મહારાષ્ટ્રના જળસંસાધન પ્રધાન જયંત પાટીલે મહારાષ્ટ્રની હદનું પાણી ગુજરાતને આપવાનો ઈનકાર કરી દીધો છે.
પાર-તાપી નર્મદા યોજના હેઠળ મહારાષ્ટ્રની હદમાંથી આપવામાં આવતું 15 TMC (વન થાઉસન્ડ મિલિયન ક્યુબિક ફીટ ઓફ વોટર ) પાણી ગુજરાતના ઉકઈ બંધ બૅક વોટરમાંથી મહારાષ્ટ્રના તાપીમાં પાછું મળવું પ્રસ્તાવિત છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત, આ રાજયમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 33% અનામત.. જાણો વિગતે
પરંતુ આ પ્રસ્તાવને ગુજરાત રાજ્યની સંમતિ હજી મળી નથી. તેથી આ બાબતે કોઈ પણ કાર્યવાહી થાય નહીં ત્યાં સુધી મહારાષ્ટ્રની હદનું પાણી ગુજરાને આપવાનો કોઈ સવાલ જ આવતો નથી, એવો ખુલાસો રાજ્યના જળ સંસાધન પ્રધાન જયંત પાટીલે વિધાન પરિષદમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યો વચ્ચે તેમની હદમાં આવેલી નદીઓના પાણીને વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્ર –ગુજરાત વચ્ચે પાર-તાપી નર્મદાના પાણીની વહેંચણીનો પણ સમાવેશ થાય છે.