News Continuous Bureau | Mumbai
જો લાઉડસ્પીકર(Loudspeaker row) અંગે કોર્ટના ચુકાદાનો કડક અમલ કરાવવાનો હોય તો રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને(Religious places) આ નિયમ લાગુ પડશે. તેથી કોઈએ કાયદો પોતાના હાથમાં લેવાની હિંમત બતાવવી નહીં, એવી ચેતવણી મહારાષ્ટ્રના(Maharashtra) ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy CM) અજિત પવારે(Ajit pawar) આપી હતી.
રાજ્યમાં હાલ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરને લઈને મુદ્દો બહુ ગાજી રહ્યો છે ત્યારે ગુરુવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં(Press conference) અજીત પવારે કહ્યું હતું કે આપણા રાજ્યમાં જેટલા પણ ધાર્મિક સ્થળો છે, તેમને સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી મળવી જોઈએ. ભલે ગમે તે હોય, અવાજની મર્યાદા પૂરી કરવી આવશ્યક છે. જાતી તણાવ ટાળવા દરેકે સહકાર આપવો જોઈએ. આ દરમિયાન અજિત પવારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ ધાર્મિક સ્થળ તરફથી પરવાનગી માંગવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : આજે હિન્દુઓ માટે કાળો દિવસ છે : સંજય રાઉત
આ સમયે અજિત પવારે કહ્યું હતું કે રાજ્યના વિવિધ ભાગોમાં ઈદની ઉજવણી(Eid celeberation) કરવામાં આવી ત્યારે તેની ભારે ચર્ચા થઈ હતી. સરકારે શક્ય તેટલું મોટું પોલીસ દળ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.ક્યાંય કોઈ ગેરરીતિ ન થાય તેની પણ કાળજી લીધી હતી. તમે કાયદો તમારા પોતાના હાથમાં લઈ શકતા નથી. નિયમો બધા માટે સરખા હશે.
'કોઈનું પણ અલ્ટીમેટમ(Ultimatum) આપવાનો સવાલ જ આવતો નથી. અલ્ટીમેટમ આપવા આ કંઈ સરમુખત્યારશાહી(Dictatorship) નથી. જો તમારે અલ્ટીમેટમ આપવું હોય તો ઘરે બેસીને તમારા પરિવારના સભ્યોને આપો, અમારે તેના વિશે કંઈ કહેવાનું નથી. પરંતુ જો કોઈ ખુલ્લેઆમ આવું નિવેદન કરતું હોય તો નિયમો બધા માટે સરખા છે' એમ અજિત પવારે રાજ ઠાકરે(raj thackeray) પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા.