ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
બિહારમાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહયાં છે. જે માટે ચૂંટણી પંચ પણ સજ્જ થઈ ગયું છે. ચૂંટણી પંચે કોરોના સમયગાળા દરમિયાન ચૂંટણી યોજવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ સૂચનો બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને અન્ય પેટા-ચૂંટણીઓ માટે લાગુ થશે. ચુંટણીમાં ઊભા રહેલાં ઉમેદવારોને હવે ફક્ત 5 લોકો સાથે ઘરે ઘરે પ્રચાર કરવાની છૂટ આપવામાં આવશે. નામાંકન ફોર્મ અને ડિપોઝીટ પણ ઓનલાઇન જ ભરવાની રહેશે. કોરોનાની કટોકટીને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયએ, રાજ્યને જણાવ્યું છે કે જાહેર સભાઓ અને રોડ શો માટેની મંજૂરી આપવામાં આવશે.
ચૂંટણી પંચની નવી સૂચના મુજબ ઉમેદવારી નોંધવતી વખતે ઉમેદવાર સાથે માત્ર બે જ વ્યક્તિ અને બે વાહનોની મંજૂરી આપવામાં આવશે. મતગણના સમયે હોલમાં પણ 7 થી વધુ ડેસ્ક નહીં મૂકી શકાશે. તેમજ એક વિધાનસભા મત વિસ્તારમાં 3 થી 4 મતગણતરી હોલ હશે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સેનિટાઇઝર્સ, ગ્લોવ્સ, ફેસ શિલ્ડ, માસ્ક, થર્મલ સ્કેનર્સનો ઉપયોગ કરવામાં આવશે. ચુંટણી કમિશન અનુસાર, વિકલાંગ કર્મચારીઓને, સિનિયર સિટીઝનો અને 80 વર્ષથી વધુ ઉંમરના અને કોરોનર્સને પોસ્ટલ વોટિંગ કરવાનું કહેવામાં આવશે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com