News Continuous Bureau | Mumbai
Surat: સુરત જિલ્લાના બારડોલીમાંથી ( Bardoli ) છેતરપિંડીનો ( fraud ) એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક વિધર્મી યુવકે ( non-religious youth ) હિન્દુ ( Hindu ) નામ રાખીને લંડનના ( London ) વર્ક પરમિટ વિઝાના ( work permit visa )
નામે 60 લોકો અને 4 એજન્ટ પાસેથી કુલ રૂ. 14 કરોડની છેતરપિંડી આચરી પત્ની સાથે વિદેશ ભાગી ગયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મીડિયા અહેવાલ અનુસાર, પિપલોદમાં રહેતા યુસુફ પઠાણ ઉર્ફે વીવાન પાટીલ ઉર્ફે વિનાયક અને તેની પત્ની વિવિયાના ચતુરદાસ પાટીલ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. બારડોલીના હિતેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, એજન્ટ યુસુફ પઠાન ડુમસ રોડ પર લકઝરિયા બિઝનેસ હબમાં ભાડેથી ઑફિસ રાખીને વોઇસ ઇમિગ્રેશન એન્ડ ગેરેન્ટેડ વર્ક પરમિટ વિઝાનું કામ કરતો હતો. વર્ષ પહેલા એજન્ટે સોશ્યિલ મીડિયા પર આ અંગે જાહેરાત પણ મૂકી હતી. એજન્ટ યુસુફ પઠાણે યુ.કેમાં વિઝા માટે કુલ 15 લાખ નક્કી કર્યાં હતા, જેમાં 5 લાખ પહેલા અને બાકીના 10 લાખ વિઝા થયા પછી એમ બે પાર્ટમાં પેમેન્ટની શરત રાખી હતી.
ભેજાબાજલ એજેન્ટે હિન્દુ યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતા
માર્ચ-2023માં હિતેશ પટેલે એજન્ટ યુસુફને 5 લાખનો ચેક આપ્યો હતો અને મહિના પછી એજન્ટે હિતેશભાઈને યુ.કે. સ્કીલ વર્કર વિઝાનો એક લેટર આપ્યો હતો, જે બોગસ નીકળ્યો હતો. રૂપિયા આપ્યા પછી પણ વિઝા ન મળતા હિતેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ રીતે ભેજાબાજ એજન્ટે વિઝાના નામે વડોદરા, સુરત સહિત અન્ય શહેરોમાંથી 4થી 5 એજન્ટ અને 60થી વધુ લોકો પાસેથી અંદાજે કુલ રૂ.14 કરોડ પડાવ્યા હોવાનો આરોપ છે. એજન્ટ યુસુફે હિંદુ યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ઠગાઈ આચરી પત્ની સાથે લંડન ભાગી ગયો હોવાની આશંકા છે. તેના બે બાળકો સુરતમાં રહે છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market Crash : શેરબજારમાં કડાકો.. સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના અધધ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા…
કેટલાક લોકોએ સોનું અને ઘર ગીરવે મુક્યા હતા
આ મામલે પોલીસે એજન્ટ યુસુફ અને તેની પત્ની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, વિદેશ જવાની છેલછામાં કેટલાક લોકોએ પોતાનું સોનું અને ઘર સુધી પણ ગીરવે મૂકી દીધા હતા. ઉપરાંત, અન્ય કેટલાકે સગા-સંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. ભેજાબાજ એજન્ટનું સાચુ નામ યુસુફ અબ્દુર રહેમાન પઠાણ છે અને તે મૂળ ભેસ્તાનનો રહેવાસી છે. પોલીસે આરોપી એજન્ટ અને તેની પત્નીની શોધખોળ આચરી છે.