News Continuous Bureau | Mumbai
લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે મંગળવારે કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. જોકે તેમાં અનેક ધારાસભ્યોને તેમનો નંબર નહીં લાગતા નારાજ જણાયા છે. ખાસ કરીને ઉત્તર મુંબઈના ભાજપ અને શિંદે ગ્રુપના સમર્થકોમાં ભારે નિરાશા જણાઈ હતી.
ઉત્તર મુંબઈમાં દહિસર-બોરીવલી વિસ્તારમાં શિંદે-ફડણવીસ જૂથના સમર્થકોમાં કેબિનેટના વિસ્તરણ બાદ ભારે નિરાશા જોવા મળી હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના સાથી પ્રવીણ દરેકરની નિમણૂક ન થવાથી સમર્થકો નિરાશ થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં હવે કાયમી ધોરણે હોર્ન નહીં વગાડી શકાય-ટ્રાફિક પોલીસનો નવો પરિપત્ર
કેબિનેટમાં એક પણ મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. કેબિનેટના વિસ્તરણના દિવસ સુધી ઓબીસી અને મહિલા ક્વોટાની ધારાસભ્ય મનીષા ચૌધરીને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા જણાતી હતી, પરંતુ તેમને પણ પ્રથમ વિસ્તરણમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેના કારણે તેમના સમર્થકો પણ નિરાશ છે.
મંત્રી બનવાની આશામાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે સાથે જોડાયેલા ધારાસભ્ય પ્રકાશ સુર્વેને પણ મંત્રી પદ મળ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : નિતેશકુમાર ની સમય સૂચકતા- શરદ પવાર અને નિતેશકુમાર વચ્ચે સામ્યતા છે- આ છે કારણ
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી મંત્રી બનવાની લાલચમાં શિંદે ગ્રુપમાં જોડાયેલા શિવસેનાના ધારાસભ્યોની સાથે જ ભાજપના ધારાસભ્યોએ આ વખતે કેબિનેટમાં સ્થાન નથી મળ્યું તો હવે સપ્ટેમ્બરમાં થનારા વિસ્તરણમાં નંબર લાગશે એવી આશાએ બેઠા છે. તો શિંદે-ફડણવીસ સરકારથી નારાજ તેમના સમર્થકો પણ હવે સપ્ટેમ્બરની રાહ જોઈને બેઠા છે.