ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
કોરોના કાળમાં ભારતીય રેલવેએ હજારો કોચને કેર સેન્ટરમા કે આઈશોલેશન સેન્ટર તરીકે સેવા માં લીધા છે તે માટે જરૂરી અનેક સુધારા વધારા કોચની અંદર રેલવે દ્વારા કરવામાં આવ્યા છે. જેથી કરીને દર્દીઓ આરામથી રહી શકે. રેલવે દ્વારા કોરોના માટે ખાસ ઉપયોગમાં લેવાયેલી ટ્રેનમાં ડૉક્ટર તેમજ કેટરિંગ માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ રેલવે કોરોના કાળમાં સારી સેવા આપી રહ્યું છે..
હાલમાં જ મુંબઇ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુજબ રેલવેના કોચને આઈસીયુમાં ફેરવવાની મંજૂરી માંગી હતી. કારણ કે મુંબઈમાં હવે હોસ્પિટલોમાં આઇ.સી.યુ વોર્ડ ખૂટી ગયા છે. જેની સામે દર્દીઓની સંખ્યા રોજ રોજ વધી રહી છે એવું કારણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ આ મુદ્દે રેલવેએ હાઇકોર્ટમાં પોતાનો જવાબદાર દાયર કરી જણાવ્યું છે કે "કોચને આઈસીયુમાં ફેરવવો શક્ય નથી. એમ કરવા માટે કોચમાં મોટાપાયે તોડફોડ કરી સમારકામ કરવું પડે એમ છે જે ઘણું ખર્ચાળ છે." આમ રેલવેએ કોચને આઈસીયુમાં પહેરવા બદલ અસમર્થતા દર્શાવી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com