ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 જુલાઈ 2020
કોરોનાના લોકડાઉન કાળમાં કામ ધંધા ઠપ થયા હોવાથી લોકો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન ત્રણ-ચાર મહિના સુધી વીજ બિલ ન મોકલનાર કંપનીઓ હવે, સામટું બિલ મોકલી રહ્યા છે. જેને કારણે વપરાશકારો મૂંઝવણમાં મુકાઇ ગયા છે. પરંતુ હવે વીજ વપરાશકારોએ ચિંતા કરવા જેવી નથી… 'અદાણી ઈલેક્ટ્રીસીટી મુંબઈ લિમિટેડ' ના ઉપનગરોના વપરાશકારો પાસે હવે વ્યાજ મુક્ત માસિક હપ્તામાં બિલની રકમ ચૂકવવાનો વિકલ્પ છે. આ વીજ કંપનીના જણાવ્યા મુજબ વપરાશકારો હવે વ્યાજ વિનાના ત્રણ હપ્તા માં તેમના લાઈટ બિલની રકમ ચૂકવી શકે છે.. પરંતુ આ સુવિધાનો લાભ લેવા માટે, વપરાશકારોએ બિલ ભરવાની છેલ્લી તારીખ પહેલા 3 ઇએમઆઇ પેમેન્ટ કરીને આ સુવિધાનો લાભ ઉઠાવવો પડશે.. વધુમાં અદાણી વીજ દ્વારા કહેવામાં આવ્યું છે કે એમ.ઈ.આર.સી દ્વારા તાજેતરમાં 1લી એપ્રિલથી ભાડામાં ઘટાડો કરવાની જાહેરાતથી વપરાશકારોને પણ રાહત મળશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com