ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
મહામારીનાં સમયમાં આ વર્ષે તમારે ગણેશ વિસર્જન માટે ઘર બહાર જવાની જરૂર નથી પડે. મનપાના કર્મચારીઓ તમારી સોસાયટીના ગેટ પરથી ગણપતિ ની મૂર્તિઓ વિસર્જન માટે લઇ જશે. આ વખતે દરિયા કિનારે મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હોવાથી મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવની સંખ્યામાં પાંચ ગણો વધારો કર્યો છે.. એટલે કે દરેક વોર્ડ ને આવરી લેતા કુલ 170 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે. તમારે તમારી સોસાયટીના ગેટ પર બધાં ના ઘરના ગણપતિની મુર્તિઓ ભેગી કરવી પડશે અમે એક ચોક્કસ સમયે, બીએમસીના લોકો ગાડી લઈને આવશે અને દરેક સોસાયટીના ગેટ પર જમાં થયેલી મૂર્તિઓ લઈ જશે.. મનપાના લોકો દોઢ દિવસના ગણપતિ, 5 દિવસના ગણપતિ અને અનંત ચતુર્થી ના દિવસે.. એમ કુલ 3 વાર ગણપતિ વિસર્જન ની મૂર્તિઓ લેવા આવશે. મનપાના અધિકારી ના જણાવ્યાં મુજબ, "મનપાના કર્મચારીઓ આવીને વિસર્જન માટે ગણપતિની મૂર્તિઓ લઈ જશે. આથી લોકો બહાર નિકળશે નહીં અને કોરોનાની મેડિકલ ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન પણ થશે."
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ભલે કોરોના હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો હોય. પરંતુ રાજ્યના સૌથી મોટા ગણેશોત્સવમાં જો ભીડ ભેગી થાય તો ફરી કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ડર રહેલો છે. આથી મહાનગરપાલિકાએ અત્યારથી જ કડક પગલા લેવા શરૂ કરી દીધા છે. શહેરમાં COVID-19 કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા ગણેશ મંડળોએ પણ પોતાના વિસ્તારના મંડપમાં જ મૂર્તિ વિસર્જન કરવું પડશે. તેમજ આગમન અને વિસર્જન સમયે શોભા યાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન જળવાઈ રહે. એમ પણ બીએમસી ના અધિકારી એ જણાવ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
