ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
આખરે જનતાની માંગ પુરી થઇ. ડૉક્ટરોએ હવેથી પ્રિસ્ક્રીપ્શન કેપિટલ અક્ષરોમાં જ લખવું પડશે. સાથે જ જેનરીક દવાઓના નામ પણ લખવા પડશે.
આજ સુધી કહેવાતું હતું કે ડૉક્ટર ના હસ્તાક્ષર માત્ર કેમિસ્ટ જ ઉકેલી શકે, પરંતુ ઘણી વાર એ લોકો પણ પ્રિસ્ક્રીપ્શન મા લખેલા શબ્દોનુ ખોટું અર્થઘટન કરતા હતા. જેને કારણે ખોટી દવા અપાયા હોવાના કિસ્સા નોંધાયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરે કહ્યું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં જ ગેઝેટ અધિનિયમ લાવશે જે પછી આ નિયમ દેશભરમાં લાગુ થશે.
ડૉક્ટરોએ આ પગલાંને આવકારતા કહ્યું છે કે “આ પગલું દર્દીઓના શ્રેષ્ઠ હિતમાં છે, આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં થોડો સમય લાગી શકે છે. દિલ્હી મેડિકલ એસોસિએશનના ડૉક્ટરે જણાવ્યું હતું કે, "અમે દવાઓના સામાન્ય નામનો (જેનરીક દવા) ઉપયોગ શરૂ કરી દીધો છે અને દર્દીઓના કુલ બિલને ઘટાડવામાં ફાળો પણ આપી રહયા છે.
દરમિયાન, કેન્દ્ર દ્વારા ભારતીય મેડિકલ કાઉન્સિલ રેગ્યુલેશન્સ, 2002 માં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં ચિકિત્સકોને સુવાચ્ય અને કેપિટલ અક્ષરોમાં સામાન્ય નામવાળી દવાઓ લખવાના નિર્દેશ આપવામાં આવ્યું હતાં. કારણકે ડોકટરો દ્વારા કરવામાં આવેલ ગેરવાજબી પ્રિસ્ક્રિપ્શન ગંભીર કેસમાં પરિણમી શકે છે અને અમુક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ શકે
"દેશભરના તબીબોને નવીનતમ પરિવર્તન વિશે શિક્ષિત કરવામાં આવશે કે જેથી તેની અસરકારક અમલ થાય અને લાંબા ગાળે દર્દીઓને ફાયદો થાય." એમ પણ ઇન્ડિયન મેડીકલ કાઉન્સીલે જણાવ્યું હતુ…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com