ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવકતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે બહુ જલદી પોતાના ઘરે એન્ફોર્સમેન્ટ ઓફ ડીરેક્ટોરેટ (ED)ની ધાડ પાડશે એવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે EDએ નવાબ મલિક નહીં પરંતુ તેમના દીકરા ફરાઝ મલિક તરફ પોતાનું નિશાન સાધ્યું હોવાનું કહેવાય છે.
EDએ સોમવારે મુંબઈમાં મોટા પ્રમાણમાં રેડ પાડી હતી, તે માટે દિલ્હીથી EDના 40 અધિકારીઓ આવ્યા હતા. આ અધિકારીઓએ સાત ઠેકાણે એકી વખતમાં જ છાપો માર્યો હતો, જેમાં ફરાઝ સાથે સંબંધિત રહેલી અસોસિયેટસ હાઈ પ્રેશર ટેક્નોલોજી કંપનીનો સમાવેશ થાય છે. આ કંપનીએ યુનિયન બેન્ક પાસેથી લોન લીધી હતી. લોનમાંના 10 કરોડ રૂપિયા ફરાઝ કંપની સાથે સંબંધિત કંપનીમાં વાળવામાં આવ્યા હોવાનો આરોપ છે. તેથી બહુ જલદી ED ફરાઝની તપાસ માટે બોલાવે એવી શક્યતા છે.
અસોસિયેટસ હાઈ પ્રેશર ટેક્નોલોજી પાસેથી નફો મેળવવા માટે ખોટી રીતે પૈસા અન્ય કંપનીમાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને લગભગ 14.9.89 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ બેંક પ્રશાસને કરી છે.
પંજાબનું રાજકારણ ગરમાયુ, શિરોમણી અકાલી દળના આ નેતા સામે ડ્રગ્સ કેસમાં FIR;સિદ્ધુ પર બદલો લેવાનો આરોપ
અહીં ઉલ્લેખનીય છે કે શનિવારે રાતે જ નવાબ મલિકે રાતના ટ્વીટ કરીને તેમની વિરુદ્ધ ED કાર્યવાહી કરશે એવી શક્યતા વ્યક્ત કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે મારા ઘરે સરકારી મહેમાનો આવવાના છે. તેમના સ્વાગત માટે હું ખુલ્લા દિલે તૈયાર છું. તેમના માટે ચા-બિસ્કિટ તૈયાર હશે. તેમને મારા ઘરનો ચોક્કસ એડ્રેસ જોઈતો હોય તો તેમણે મને ફોન કરવો.