Site icon

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાના આ નિર્ણયથી રાજ્યની મહાનગરપાલિકાઓની આર્થિક કમર ભાંગી જશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાએ ભલભલાને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. હવે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાનો વારો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને આર્થિક મદદ કરી હતી, પરંતુ હવે સંભિવત ત્રીજી લહેર દરમિયાન કોરોનાના દર્દીનો તમામ ખર્ચ  રાજ્યની મહાનગરપાલિકાઓએ જાતે કરવાનો રહેશે એવો ચોંકાવનારો  નિર્ણય રાજ્યના આરોગ્ય ખાતાએ લીધો છે. એને પગલે પહેલાંથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી રાજ્યની મહાનગરપાલિકાનું આર્થિક સંકટ હજી વધી જવાની શક્યતા છે.

સાવધાન! રોજના આટલા હજાર કેસ નોંધાયા તો મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉન લાદવામાં આવશે, મુખ્ય પ્રધાને આપી ચેતવણી; જાણો વિગત

માર્ચ 2020થી કોરોનાનું સંકટ રાજ્ય પર આવ્યું છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓએ પોતાની સંપૂર્ણ યંત્રણા કોરોનાને નિયંત્રણમાં લાવવા પાછળ લગાડી દીધી હતી. અસરગ્રસ્ત દર્દીને શોધવાથી લઈને, એરિયા, બિલ્ડિંગ સીલ કરવાં, દર્દીને કોરોનાની સારવાર આપવી, દર્દીને કોવિડ સેન્ટરમાં રાખવા, તેને બે વખત જમવાનું તેમ જ નાસ્તો આપવો, ચા આપવી સહિત અનેક ખર્ચાઓ  કરવામાં આવ્યા હતા. એની માટે રાજ્ય સરકારે જિલ્લા પ્રશાસન મારફત પાલિકાઓને મદદ કરી હતી. રાજ્ય સરકારે તમામ ખર્ચ ઉપાડયો હતો. એથી પાલિકાના માથા પર આર્થિક ભાર આવ્યો નહોતો. હવે જોકે સંભવિત ત્રીજી લહેર દરમિયાન તમામ ખર્ચો પાલિકાએ કરવાનો રહેશે એવું રાજ્યના આરોગ્ય ખાતાએ ફરમાન કરી દીધું છે. એથી રાજયની બે મોટી મહાનગરપાલિકા સહિત અન્ય પાલિકાઓનું ટેન્શન વધી ગયું છે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version