ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ ક્રુઝ પ્રકરણમાં તેની ધરપકડ કરનારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ડિવિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને લઘુમતી મંત્રી નવાબ મલિક વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, તેમાં હવે સમીર વાનખેડેને ફોઈ ગુંફાબાઈ ગંગાધર ભાલેરાવની એન્ટ્રી થઈ છે.
ગુંફાબાઈ ભાલેરાવે નવાબ મલિક વિરુદ્ધ ઔરંગાબાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. થોડા દિવસ પહેલા જ તેમણે ઔરંગાબાદના મુકુંદવાડી પોલીસ સ્ટેશનમાં પણ નવાબ મલિક સામે ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લા દોઢ-બે મહિનાથી સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચે ચાલી રહેલો વિવાદ થમવાનું નામ જ લેતો નથી. એકબીજા સામે આરોપ-પ્રત્યોરોપ અને સમીર વાનખેડેના ધર્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સમીર વાનખેડેના પરિવારે તેઓ મુસ્લિમ હોવાના તમામ આરોપ ફગાવી દીધા છે. ત્યારે સમીર વાનખેડેના ફોઈ ગુંફાબાઈએ નવાબ મલિકના સતત આરોપને કારણે તેમના સમાજમાં અને સગાસંબંધીઓમાં તેમની બદનારી થઈ રહી હોવાનો આરોપ કરીને પોલીસમાં ફરિયાદ કરી હતી. તેથી પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે.
નડિયાદની ૨૨ વર્ષિય દિકરીએ કિલીમાન્જારો શિખર સર કર્યું
અહીં ઉલ્લેખનીય છે કે આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણ સમીર વાનખેડેએ ખંડણી માટે રચ્યુ હોવાનો આરોપ નવાબ મલિકે કર્યો છે. એ સિવાય પણ વાનખેડેએ અનેક મોટા નબીરાઓને ખોટી રીતે ફસાવ્યો હોવાનો આરોપ પણ નવાબ મલિકે કરી ચૂક્યા છે. ત્યારબાદ નવાબ મલિકે તેમને વ્યક્તિગત રીતે પણ ટાર્ગેટ કર્યા હતા, જેમાં સમીર વાનખેડેએ ધર્મે મુસલિમ હોવા છતાં જાતિનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નોકરી મેળવી હોવાનો આરોપ પણ તેઓ કરી ચૂકયા છે. સમીર વાનખેડેના પિતાનું નામ દાઉદ હોવાનો આરોપ પણ નવાબ મલિક કરી ચૂકયા છે.