Site icon

Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો

મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન વિભાગે શહેરી વિકાસ યોજનાઓમાં રિક્ષા, ટૅક્સી અને બસ માટે સ્વતંત્ર પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો.

Transport Department ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો

Transport Department ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો

News Continuous Bureau | Mumbai

Transport Department મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન વિભાગે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વાકાંક્ષી નવી નીતિ રજૂ કરી છે. આ નીતિ અનુસાર, હવે રિક્ષા, ટૅક્સી અને બસ જેવા જાહેર વાહનો માટે શહેરોમાં સ્વતંત્ર પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે.

Join Our WhatsApp Community

નવા પાર્કિંગ ધારાધોરણમાં જોગવાઈ

રાજ્ય પરિવહન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવનારા નવા પાર્કિંગ ધારાધોરણમાં રિક્ષા, ટૅક્સી, મુસાફરોની અને શાળાની બસો જેવા જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગની જોગવાઈ કરવામાં આવશે. આ સંદર્ભમાં યોજાયેલી બેઠકમાં પરિવહન વિભાગે નગર વિકાસ વિભાગને ભવિષ્યની શહેર વિકાસ યોજનાઓમાં આવા પાર્કિંગની જરૂરિયાત ફરજિયાત કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો છે.

પાર્કિંગ જગ્યા નક્કી કરવી જરૂરી

પરિવહન વિભાગની થોડા અઠવાડિયા પહેલા રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ, સત્તામંડળો અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, શાળાઓ, બગીચાઓ, હોસ્પિટલો, બજારો માટે આયોજન થાય છે તે જ રીતે જાહેર પરિવહનના વાહનો માટે પણ પાર્કિંગ જગ્યા નક્કી કરવી જરૂરી છે. આ વ્યવસ્થા મફત રાખવી કે ચૂકવણી સાથે, તે અંગેનો નિર્ણય સરકાર સ્તરે અથવા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં રહેશે.

આ સમાચાર પણ વાંચો: Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?

સર્વેક્ષણ અને ત્રુટિઓ

પરિવહન વિભાગે પાર્કિંગ નીતિ તૈયાર કરવા માટે શહેરમાં ઉપલબ્ધ પાર્કિંગની જગ્યાઓનું સર્વેક્ષણ કરવા સાથે કાયદાકીય પાસાંનો અભ્યાસ કરવા માટે એપ્રિલમાં ‘ક્રિઝિલ’ નામની કંપનીની નિમણૂક કરી હતી. આ કંપનીએ જુલાઈમાં રજૂ કરેલા પ્રાથમિક અહેવાલમાં શહેરી વિકાસ યોજનામાં પાર્કિંગ નીતિમાં ગંભીર ખામીઓ હોવાનું સ્પષ્ટ કર્યું.

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version