News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha election ) માટે તમામ રાજકીય પક્ષોએ હાલ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ ( Mahayuti ) વચ્ચે સીધો મુકાબલો થવા જઈ રહ્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ, એક તરફ મહા વિકાસ અઘાડી મહાયુતિને હરાવવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. તો બીજી તરફ મહાયુતિની હવે બેઠક ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.
જો કે હજુ સુધી કોઈ પણ નેતાએ આ અંગે સત્તાવાર રીતે પોતાનું વલણ જાહેર કર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર જે ફોર્મ્યુલા સામે આવી છે, તેમાં મહાગઠબંધનની સીટ વહેંચણીની ( Seat distribution ) ફોર્મ્યુલા લગભગ આ પ્રમાણે હશે. અપેક્ષા મુજબ, ભાજપ ( BJP ) મહાગઠબંધનમાં મોટો દાવેદાર બનશે.
ભાજપ મહારાષ્ટ્રમાં 32 જેટલી સીટો પર લોકસભાની ચૂંટણી લડશેઃ સુત્રો…
મિડીયા રિપોર્ટ અનુસાર, ભાજપ મહારાષ્ટ્રમાં 32 જેટલી સીટો પર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી. તો શિવસેનાએ ( Shivsena ) 22 બેઠકો પર ચૂંટણી લડી હતી.
આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh: લગ્નના માત્ર 5 માં દિવસે, નવપરિણીતાએ કર્યું આ કામ, પોલીસે કરી ધરપકડ.. જાણો શું છે આ આખો કિસ્સો..
તો હાલના સાંસદમાંથી કોની ટિકિટ કપાશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ અજિત પવાર જૂથને ( Ajit Pawar Group ) લોકસભાની 4 બેઠકો મળવાની શક્યતા છે. અજિત પવાર જૂથ પાસે હાલમાં 3 સાંસદો છે. તેથી આગામી લોકસભાની ચૂંટણીમાં અજીત પવારને 4 બેઠકો મળવાના કારણે હાલ શિંદે જૂથ નારાજ થાય તેવી શક્યતા છે.