Site icon

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં લોકસભા માટે મહાયુતિની સીટ વહેંચણી માટે હવે આ ફોર્મ્યુલા પર કામ કરાશે.. જાણો શિંદે અને અજીત પવાર જુથને કેટલી બેઠકો મળશે..

Maharashtra Politics: હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. થોડા જ સમયમાં સામાન્ય ચૂંટણી માટે તારીખ નક્કી કરવામાં આવી શકે છે, ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ મહાયુતિ પોતાની તૈયારીમાં હાલ વ્યસ્ત થઈ ગઈ છે. જેમાં પ્રથમ તે બેઠકની ફાળવણી પર ફોકસ કરી રહી છે.

Now this formula will be worked on for seat distribution of Mahayuti for Lok Sabha in Maharashtra.. Know how many seats Shinde and Ajit Pawar team will get

Now this formula will be worked on for seat distribution of Mahayuti for Lok Sabha in Maharashtra.. Know how many seats Shinde and Ajit Pawar team will get

News Continuous Bureau | Mumbai  

Maharashtra Politics: આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha election ) માટે તમામ રાજકીય પક્ષોએ હાલ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ ( Mahayuti ) વચ્ચે સીધો મુકાબલો થવા જઈ રહ્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ, એક તરફ મહા વિકાસ અઘાડી મહાયુતિને હરાવવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. તો બીજી તરફ મહાયુતિની હવે બેઠક ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

જો કે હજુ સુધી કોઈ પણ નેતાએ આ અંગે સત્તાવાર રીતે પોતાનું વલણ જાહેર કર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર જે ફોર્મ્યુલા સામે આવી છે, તેમાં મહાગઠબંધનની સીટ વહેંચણીની ( Seat distribution ) ફોર્મ્યુલા લગભગ આ પ્રમાણે હશે. અપેક્ષા મુજબ, ભાજપ ( BJP  ) મહાગઠબંધનમાં મોટો દાવેદાર બનશે.

 ભાજપ મહારાષ્ટ્રમાં 32 જેટલી સીટો પર લોકસભાની ચૂંટણી લડશેઃ સુત્રો…

મિડીયા રિપોર્ટ અનુસાર, ભાજપ મહારાષ્ટ્રમાં 32 જેટલી સીટો પર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી. તો શિવસેનાએ ( Shivsena ) 22 બેઠકો પર ચૂંટણી લડી હતી.

આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh: લગ્નના માત્ર 5 માં દિવસે, નવપરિણીતાએ કર્યું આ કામ, પોલીસે કરી ધરપકડ.. જાણો શું છે આ આખો કિસ્સો..

બીજી તરફ આ ચૂંટણીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથને ( Eknath shinde ) માત્ર 12 બેઠકો પર જ સમાધાન કરવું પડશે. રસપ્રદ વાત એ છે કે શિવસેનાના 18 વર્તમાન સાંસદોમાંથી 13 સાંસદ એકનાથ શિંદેની સાથે છે. આમ છતાં શિંદે જૂથને ( Shinde group ) માત્ર 12 લોકસભા બેઠકો મળવાની શક્યતા છે.

તો હાલના સાંસદમાંથી કોની ટિકિટ કપાશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ અજિત પવાર જૂથને ( Ajit Pawar Group ) લોકસભાની 4 બેઠકો મળવાની શક્યતા છે. અજિત પવાર જૂથ પાસે હાલમાં 3 સાંસદો છે. તેથી આગામી લોકસભાની ચૂંટણીમાં અજીત પવારને 4 બેઠકો મળવાના કારણે હાલ શિંદે જૂથ નારાજ થાય તેવી શક્યતા છે.

Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version