News Continuous Bureau | Mumbai
દેશમાં નાગરિકોને જેમ આધાર કાર્ડ(Aadhar card) નંબર આપવામાં આવે છે એવી રીતે મહારાષ્ટ્ર(Maharashtra)માં જમીનની ઓળખ(Land Identity card)માટે પણ ખાસ નંબર(Speical number) આપવામાં આવવાના છે, તેના લીધે જમીન સંબંધી વિખવાદ ઘટવાની શક્યતા છે. અત્યાર સુધી લેન્ડ રેકોર્ડ(Land Record)ના ડિજિટલાઈઝેશન(Digitalization)નું 99 ટકા કામ થઈ ચુક્યું હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે(Maharashtra govt) જમીનના તમામ રેકોર્ડ અને દસ્તાવેજોનું ડિજિટલાઈઝેશન કર્યું છે. ત્યાર બાદ હવે જમીનના દરેક પ્લોટ કે ટુકડાની અલગ ઓળખ માટે યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટીફિકેશન નંબર (ULPIN) આપવામાં આવશે.
ULPIN પણ વ્યક્તિના આધાર કાર્ડ જેવો જ હશે. જમીનના અક્ષાંશ-રેખાંશ, જમીનની થયેલી મોજણી, ભૌગોલિક સ્થિતિ અને નકશાના આધારે આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે- કોમનવેલ્થ માં ભારતને ત્રીજું ગોલ્ડ મેડલ મળ્યું- જાણું કોણ છે ગોલ્ડન પર્સન
મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૪થી લેન્ડ રેકોર્ડઝનું ડિજિટલાઈઝેશન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં ૯૯ ટકા કામગીરી પૂરી થઇ ગઇ છે. હવે ૪૪,૮૭૪ ગામડામાંથી ૩૨૩ ગામડાની જમીનના દસ્તાવેજો(land document)નુ ડિજિટલાઈઝેશન બાકી છે.
ગુરૂવારે મહેસૂલ અને વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રિઝોલ્યુશન(GR) અનુસાર હજી બધા પ્લોટના જીયોરેફરન્સિંગની કામગીરી પૂરી થઈ નથી. ગ્રામીણ મહારાષ્ટ્રમાં ૨.૬૨ કરોડસાત-બારના ઉતારાનું ડિજિટલાઈઝેશન થયું છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૬૦ લાખ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન કાર્ડની ડિજિટલ ફોર્મમાં નોંધ થઈ છે.
આ બધા માટે ૧૧ આંકડાના ULPIN આપવામાં આવશે. જો કોઈ પ્લોટનું વિઘટન થયું હશે અથવા તો પ્લોટ ભેળવી દેવામાં આવ્યા હશે તો નવા યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે, એમ જી.આર.માં જણાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા