Site icon

મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણયઃ વાઈન હવે આ દુકાનોમાં પણ વેચાતી મળશે; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.

બહુ જલદી હવે કરિયાણાની દુકાનમાં વાઈન વેચાતુ મળે તો આશ્ચર્ય નહીં પામતા. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારની કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો, જે મુજબ હવેથી સુપરમાર્કેટ અથવા તો વોક-ઈન સ્ટોરમાં શેલ્ફ-ઈન-શોપ ધોરણે વાઈન નું વેચાણ કરી શકાશે.

રાજ્યની વાઈન પોલિસીમાં દ્રાક્ષની બાગાયતી ખેતી કરનાર ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અને વાઈનના વેચાણને વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો સરકારનો દાવો છે.

રાજ્યમાં હાલ ફળો, ફૂલો, કેળા અને મધમાંથી વાઈનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જે વાઇનરી વાઈન નું ઉત્પાદન કરે છે, પરંતુ તેનું માર્કેટિંગ કરવા સક્ષમ નથી એવી વાઈનરીમાં તૈયાર કરવામા આવેલી વાઈન સીધી સુપર માર્કેટ અથવા વોક-ઈન-શોપ ધોરણે વેચવામાં આવશે. આમ કરવાથી નાની વાઈનરી ફાયદો થશે એવું સરકારનું કહેવું છે.

હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના આ દિગ્ગજ નેતા આવ્યા કોરોનાની ચપેટમાં, રિપોર્ટ પોઝિટિવ આવતા મંત્રીમંડળની ચાલુ બેઠક અડધેથી છોડી ઘરે દોડયા.

હવે વાઈનના વેચાણ માટે પૂરક માટે આ યોજના અમલમાં મૂકવામાં આવશે. જોકે સરકારે અનેક શરતો રાખી છે, જેમાં આ દુકાનો શૈક્ષણિક અને ધાર્મિક સ્થળની દૂર હોવી જોઈએ. તેમ જ કરિયાણાની દુકાન એક હજાર ચોરસ ફૂટથી મોટી હોવી જોઈએ.

આ અગાઉ ગોવા, હિમાચલ પ્રદેશની સરકારે પણ આ  નિતી અમલમાં મૂકી હતી. હવે મહારાષ્ટ્રમાં પણ સરકાર આ પોલીસી લઈ આવી છે. જોકે કરિયાણાની દુકાનમાંથી દારૂ ખરીદતી વખતે પ્રતિ લીટરે 10 રૂપિયાનો ટેક્સ લગાશે. આ વધારાના વેરાને કારણે સરકારની તિજોરીમાં પણ પાંચ કરોડ રૂપિયાથી વધારાની આવક જમા થશે એવું માનવામાં આવે છે.

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version